Home> World
Advertisement
Prev
Next

કોરોનાના ભય વચ્ચે હવે આ નવા ચેપી રોગથી ફફડાટ, સેંકડો માછીમારો ક્વોરન્ટાઈન 

કોરોના (Corona) ના કેરથી આખી દુનિયા ભયભીત છે. પરંતુ હવે નવી નવી બીમારીઓએ દુનિયાને પરેશાન કરવાનું શરૂ કરી દીધુ છે. બોલીવિયામાં રહસ્યમય ફ્લૂ બાદ આફ્રિકી દેશ સેનેગલની રાજધાની ડૈકરમાં રહસ્યમય સમુદ્રી બીમારીએ પગપેસારો કર્યો છે. આ બીમારી સમુદ્રમાં માછલી પકડવા જઈ રહેલા માછીમારોને થાય છે અને તે સતત ફેલાઈ રહી છે. 

કોરોનાના ભય વચ્ચે હવે આ નવા ચેપી રોગથી ફફડાટ, સેંકડો માછીમારો ક્વોરન્ટાઈન 

ડૈકર: કોરોના (Corona) ના કેરથી આખી દુનિયા ભયભીત છે. પરંતુ હવે નવી નવી બીમારીઓએ દુનિયાને પરેશાન કરવાનું શરૂ કરી દીધુ છે. બોલીવિયામાં રહસ્યમય ફ્લૂ બાદ આફ્રિકી દેશ સેનેગલની રાજધાની ડૈકરમાં રહસ્યમય સમુદ્રી બીમારીએ પગપેસારો કર્યો છે. આ બીમારી સમુદ્રમાં માછલી પકડવા જઈ રહેલા માછીમારોને થાય છે અને તે સતત ફેલાઈ રહી છે. 

fallbacks

ઈન્ટરપોલની ચેતવણી, દુનિયાના દિગ્ગજ રાજનેતાઓ પર મોટું જોખમ 

માછીમારોને ક્વોરન્ટાઈન કરાયા
થોડા સમય પહેલા એક યુવા માછીમારમાં આ નવી બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ તો જોત જોતામાં સેંકડો માછીમારોમાં આ બીમારી ફેલાઈ ગઈ. સેનેગલના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ રહસ્યમય બીમારી અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી નથી. તેના લક્ષણો એકદમ અલગ છે અને તેને ઝપેટમાં આવનારા પાંચસોથી વધુ લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. જેથી કરીને અન્ય ઘરોમાં આ બીમારી ન ફેલાય.

ડોકલામ પાસે ગામ વસાવ્યું હોવાના ચીનના દાવાને ભૂટાને ફગાવ્યો, જાણો શું કહ્યું?

ત્વચા સંબંધિત ઝડપથી ફેલાતી ચેપી બીમારી
સેનેગલના માછીમારો જે રીતે આ બીમારીનો ભોગ બની રહ્યા છે તે ત્વચા સંબંધિત છે. તેની કોઈ સારવાર નથી. ત્વચામાં એકદમ ચળ ઉપડ્યા બાદ સડો થવા લાગે છે. પરંતુ સૌથી વધુ જો ડરામણી વાત હોય તો તે એ છે કે આ બીમારી એક માણસથી બીજા માણસમાં ઝડપથી  ફેલાઈ રહી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More