Israel Iran War: આખરે તે થયું જેની અટકળો લગાવવામાં આવી રહી હતી. ઈરાને પલટવાર કરતા ઇઝરાયલ પર હુમલો કર્યો છે. ઈરાન તરફથી ઇઝરાયલ પર આશરે 180 મિસાઈલ ઝીંકવામાં આવી હતી. તેનાથી તણાવ ખુબ વધી ગયો છે. હવે ઇઝરાયલી સેના પણ આર-પારના મૂડમાં છે. આ વચ્ચે સંકેત મળ્યો છે કે ઈરાન પર ઇઝરાયલ મોટો હુમલો કરવાનું છે. તે પણ સંભવ છે કે ઇઝરાયલ ઈરાનના પરમાણુ શસ્ત્રાગાર પર હુમલો કરી શકે છે. ખાસ વાત છે કે ઇઝરાયલના વિપક્ષ તરફથી પણ નેતન્યાહુને લીલી ઝંડી મળી ગઈ છે.
નેફ્ટાલી બેનેટે આપ્યો મોટો સંકેત!
ઇઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી અને વિપક્ષના કટ્ટરપંથી નેતા નેફ્ટાલી બેનેટે મોટો સંકેત આપતા એક રીતે નેતન્યાહુને લીલી ઝંડી આપી છે. પોતાની એક પોસ્ટમાં બેનેટે કહ્યું કે ઇઝરાયલની પાસે 50 વર્ષમાં આ સૌથી મોટી તક છે, જ્યારે મિડલ ઈસ્ટનો નક્શો બદલી સકાય છે. તેમણે કહ્યું કે ઇઝરાયલે હવે ઈરાનની ન્યૂક્લિયર ફેસિલિટી પર હુમલો કરવો જોઈએ.
આ પણ વાંચોઃ પાક્કા મિત્રો હતા ઈઝરાયેલ અને ઈરાન, તો પછી કટ્ટર દુશ્મનો કેવી રીતે બની ગયા? ખાસ જાણો
મોટો હુમલો કરવાની તૈયારીમાં ઇઝરાયલ
નેફ્ટાલી બેનેટનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલ ઈરાન પર મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. તે પણ સત્ય છે કે મિડલ ઈસ્ટ યુદ્ધના દોરમાં પહોંચી ગયું છે, જ્યાં અમેરિકા હવે સીધું સામેલ થઈ રહ્યું છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા ઇઝરાયલી હુમલાના તત્કાલ બાદ મોટી શક્તિઓ એક્ટિવ થઈ ગઈ છે. અમેરિકા બ્રિજન જેવા દેશોએ તત્કાલ ઈરાનના હુમલાની આલોચના કરી છે.
ઈઝરાયલ મૌન રહેશે નહીં
બીજીતરફ ઈરાની સેનાએ મંગળવારે ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. હુમલામાં મુખ્ય રૂપથી સૈન્ય અને સુરક્ષા પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના એક નિવેદનનો હવાલો આપતા આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સે પુષ્ટિ કરી છે કે ઈરાને ઈઝરાયલ તરફ મોટી સંખ્યામાં મિસાઇલો છોડી છે. આઈઆરજીસીએ ધમકી આપી છે કે જો ઇઝરાયલ જવાબ આપે છે તો તે બીજો હુમલો કરશે. પરંતુ હવે ઈઝરાયલ ચૂપ બેસવાનું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે