Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાનમાં PM Modi ના પોસ્ટર લઇને રસ્તા પર ઉતર્યા લોકો, જાણો શું છે મામલો

પાકિસ્તાન (Pakistan)માં પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ઉપરાંત વિશ્વના અન્ય નેતાઓની તસવીર હાથમાં લઇને સિંધુદેશ બનાવવામાં મદદ કરવાની અપીલ કરી અને હસ્તક્ષેપ કરવાની માંગ કરી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ આઝાદીના સમર્થનમાં પણ નારા લગાવ્યા. 

પાકિસ્તાનમાં PM Modi ના પોસ્ટર લઇને રસ્તા પર ઉતર્યા લોકો, જાણો શું છે મામલો

કરાંચી: પાકિસ્તાન (Pakistan)માં દક્ષિણી સિંધ પ્રાંતને અલગ સિંધુ દેશ (Sindhudesh) બનાવવાની માંગ તેજ થઇ ગઇ છે. આધુનિક ભારતીય સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપકોમાંથી એક જીએમ સૈયદની 117મી જયંતિ પર તેમના સમર્થકોએ રવિવારે (17 જાન્યુઆરી 2021)ને એક વિશાળ આઝાદી સમર્થક રેલી નિકાળી. આ દરમિયાન પ્રદર્શનકારીઓના હાથમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ઉપરાંત ઘણા દેશોના નેતાઓની તસવીર જોવા મળી. 
 
fallbacks

Gold, Silver Rate Update: 6 મહિનામાં 8,400 રૂપિયા સસ્તું થયું સોનું, જાન્યુઆરીમાં 1500 રૂપિયા ઘટ્યા ભાવ

પ્રદર્શનકારીઓના હાથમાં પીએમની તસવીર કેમ?
પાકિસ્તાન (Pakistan)માં પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ઉપરાંત વિશ્વના અન્ય નેતાઓની તસવીર હાથમાં લઇને સિંધુદેશ બનાવવામાં મદદ કરવાની અપીલ કરી અને હસ્તક્ષેપ કરવાની માંગ કરી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ આઝાદીના સમર્થનમાં પણ નારા લગાવ્યા. 

પ્રદર્શન રેલીમાં પીએમ મોદી ઉપરાંત વિશ્વના અન્ય નેતાઓના ફોટા પણ જોવા મળ્યા. પ્રદર્શનકારીએ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્ર્પતિ જો બાઇડેન, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, ફ્રાંસના રાષ્ટ્રાપ્તિ ઇમૈનુએલ મૈક્રો, સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમંદ બિન સલમાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન, જર્મન ચાંસલર એંજેલા મર્કેલ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસ અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસનનું પોસ્ટર લઇને જોવા મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More