Home> World
Advertisement
Prev
Next

જો NASAનો આ પ્રયોગ સફળ રહ્યો તો દરેક નાગરિકને મળશે 9 હજાર કરોડ રૂપિયા

અમેરિકન સ્પેસ એજન્સી NASA દ્વારા એક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે જો સફળ રહ્યો તો ન માત્ર ભારતનાં દરેક નાગરિકને 9 હજાર કરોડથી પણ વધારેની રકમ મળશે

જો NASAનો આ પ્રયોગ સફળ રહ્યો તો દરેક નાગરિકને મળશે 9 હજાર કરોડ રૂપિયા

વોશિંગ્ટન : અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ એક એવું એસ્ટોરોય (નાનો તારો) શોધ્યો છે જે સંપુર્ણ લોખંડનો બનેલો છે. તેમાં એટલુ લોખંડ છે કે જો તેને પૃથ્વી પર લાવીને વેચી દેવામાં આવે તો ધરતી પર રહેનારા દરેક વ્યક્તિને 1-1 બિલિયન પાઉન્ટ એટલે કે 9621 કરોડો રૂપિયા મળશે. નાસાએ આ એસ્ટરોઇડનું નામ 16 સાઇકી (16 Psyche) રાખી છે. આ આખા એસ્ટેરોયડ પર હાલના લોખંડની કુલ કિંમત આશરે 8000 ક્વોડ્રિલિયન પાઉન્ડ છે. એટલે કે 8000ની પાછળ 15 જીરો થાય છે.

fallbacks

યોગી સરકાર: બેથી વધારે બાળકો હશે તો નહી મળે સરકારી નોકરી, ચૂંટણી પણ નહી લડી શકો !

એક બ્રિટિશ મેગેઝીન અનુસાર 8000 ક્વોડ્રિલિયન પાઉન્ડ (8000000000000000000 પાઉન્ડ) એટલે કે પૃથ્વી પર રહેલા દરેક વ્યક્તિને 1 બિલિયન પાઉન્ડ એટલે કે 9621 કરોડ રૂપિયા મળશે. આ કિંમત તે નાના તારા પર રહેલા લોખંડની છે. નાસાએ સ્પેસ એક્સનાં માલિક એલક મસ્તની મદદ માંગતા કહ્યું કે, તેઓ આ એસ્ટેરોયડ પર રહેલા લોખંડની તપાસ માટે પોતાનાં અંતરિક્ષ યાન દ્વારા મિશન ચાલુ કરે. એક એસ્ટેરોયડનો વ્યાપ 226 કિલોમીટર છે. આ આપણા સુરજની ચારે તરફ એક પ્રદક્ષીમા પાંચ વર્ષમાં પુર્ણ કરે છે. તેનો એક દિવસ 4.196 કલાકનો હોય છે. તેનું વજન આપણા ચંદ્રના વજનનાં 1 ટકા જેટલું છે. એસ્ટરોયડ લોખંડનો છે. આ મંગળ અને ગુરૂ વચ્ચેની ભ્રમણકક્ષામાં ફરે છે.

Yes Bank મા ફસાયા છે પૈસા? આ સરળ રીતથી 5 લાખ રૂપિયા ઉપાડી શકાશે !

નાસાનું કહેવું છે કે આ એસ્ટેરોઇડને ધરીની નજીક લાવવાની કોઇ જ યોજના નથી. પરંતુ તેના પર જઇને લોખંડની તપાસ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. જો સ્પેસ એક્સ પોતાનાં અંતરિક્ષયાનથી કોઇ રોબોટિક મિશન આ એસ્ટોરોયડ પર મોકલશે તો તેને ત્યાં જઇને અભ્યાસ કરીને પરત ફરતા 7 વર્ષ લાગશે. જેથી હાલ તો નાસા અને સ્પેસ એક્સ વચ્ચે ચર્ચા ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More