નવી દિલ્હી: નવું વર્ષ શરૂ થઈ ગયું છે, નવા વર્ષમાં અવકાશમાં ઘણી ચોંકાવનારી ઘટનાઓ બનવા જઈ રહી છે. આમાંની કેટલીક ઘટનાઓ ખતરનાક હોઈ શકે છે. જ્યારે કેટલીક સારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન નાસાએ દુનિયા સામે એક ખતરનાક ખુલાસો કર્યો છે. યુએસ સ્પેસ એજન્સીએ કહ્યું છે કે જાન્યુઆરી 2022માં પૃથ્વી પાસેથી પાંચ વિશાળ એસ્ટરોઇડ પસાર થશે. આમાંથી એક એસ્ટરોઇડ તો બસ જેટલો મોટો છે. જે જાન્યુઆરી 2022માં પૃથ્વી પાસેથી પસાર થશે. આ એસ્ટરોઈડ 6 જાન્યુઆરી બાદ પૃથ્વીની નજીકથી પસાર થવાની સંભાવના છે.
યુએસ સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું છે કે, 42 ફૂટ વ્યાસના આ એસ્ટરોઈડનું નામ 2014 YE15 છે, જેનાથી પૃથ્વી પર કોઈ ખતરો નથી. તે પૃથ્વીની નજીક જઈ રહેલા એસ્ટરોઈડ કરતા ઘણો નાનો છે. 6 જાન્યુઆરી બાદ પસાર થતા એસ્ટરોઈડ અને પૃથ્વી વચ્ચેનું અંતર માત્ર 74 લાખ કિ.મી. રહેશે.
આ એસ્ટરોઈડ ખતરો બની શકે છે
2014 YE15 એસ્ટેરોઈડ એટેન એસ્ટેરોઈડનો એક ભાગ છે જે પૃથ્વી અને બુધની વચ્ચે સૂર્યની પરિક્રમા કરે છે. નાસાનું કહેવું છે કે બીજા એસ્ટરોઈડનો વ્યાસ 150 મીટરથી વધુ છે. આ એસ્ટરોઈડ પૃથ્વીના 74 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થશે અને તેનાથી ખતરો હોવાની સંભાવના છે.
5 એસ્ટરોઈડ પૃથ્વી તરફ આવી રહ્યા છે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો આ એસ્ટરોઈડ સીધો પૃથ્વી તરફ આવે છે તો મોટો ખતરો બની શકે છે, કારણ કે આટલા મોટા એસ્ટરોઈડ પૃથ્વી સાથે અથડાવાથી મોટો વિનાશ થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ લઘુગ્રહોની લાંબી યાદી બહાર પાડી છે. કારના કદના એસ્ટરોઇડ 2020 API 7 જાન્યુઆરીએ પૃથ્વી પાસેથી પસાર થશે. એક અનુમાન મુજબ, આ એસ્ટરોઇડનું કદ 13 ફૂટ છે અને તે પૃથ્વીથી 17 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થશે.
આ સિવાય બીજો લઘુગ્રહ 2013 YD48 11 જાન્યુઆરીએ પૃથ્વીની નજીકથી પસાર થઈ શકે છે. અનુમાન મુજબ, તેનું કદ 340 ફૂટ છે અને તે પૃથ્વીથી 5.6 મિલિયન કિમી દૂરથી જશે. આ સિવાય 2021 BA 18 જાન્યુઆરીએ પૃથ્વીની નજીકથી પસાર થશે.
અમદાવાદી યુવકે ઠાઠમાઠથી ઉજવ્યો શ્વાનનો આલિશાન બર્થ ડે, 7 લાખ ખર્ચી કાજલ મહેરિયાને 'નાચવા' બોલાવી
એસ્ટરોઈડ (7482) 1994 PC 1 19 જાન્યુઆરીએ પૃથ્વીની નજીકથી પસાર થશે, જેને તમે સવારે 3.21 વાગ્યે આકાશમાં જોઈ શકશો. આ એસ્ટરોઈડ લગભગ 1 કિલોમીટર એટલે કે 3280 ફૂટ લાંબો છે. જો કે, પૃથ્વી પર ઓછો ખતરો છે, કારણ કે તે પૃથ્વીથી લગભગ 19.3 લાખ કિલોમીટર દૂરથી પસાર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે