Home> World
Advertisement
Prev
Next

સાત સમુંદર પાર ગુજ્જુ કલાકારની રમઝટ! અમેરિકામાં ગરબાના તાલે મનમુકીને ઘૂમી વિદેશી ગોરીઓ

ગઈકાલે રાત્રે અમેરિકાની કેન્સાસ સિટીમાં ગુજરાતી સમાજ દ્વારા વિધિવત રીતે નવરાત્રિના પર્વ અંતર્ગત ગરબાનો પ્રારંભ કર્યો. આ ગરબા કાર્યક્રમની શરુઆત કેન્સાસ સ્ટેટના લુટેનેન્ટ ગવર્નરના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. એટલું જ નહીં લુટેનેન્ટ ગવર્નર ડેવિડ તોલેન્ડે અંબે માની આરતી કરી તથા પરિવાર સાથે ગરબે પણ ઘૂમ્યા હતા. આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ ગરબા ગાઈને ધૂમ મચાવી હતી.

સાત સમુંદર પાર ગુજ્જુ કલાકારની રમઝટ! અમેરિકામાં ગરબાના તાલે મનમુકીને ઘૂમી વિદેશી ગોરીઓ

કેન્સાસ: નવરાત્રિના પર્વને લઈને યુવા હૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. પણ હવે આ થનગનાટ ગુજરાત કે ભારત પુરતો સિમિત રહ્યો નથી. સાત સમુંદર પાર અમેરિકામાં પણ ડાકલા વાગે છે! જીહાં અમેરિકાના કેન્સાસ સીટીમાં ગઈકાલે રાતથી નવરાત્રિની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં જાણીતા ગુજરાતી કલાકાર કિર્તીદાન ગઢવી જબરદસ્ત રમઝટ બોલાવી હતી. એજ કારણ છેકે, અમેરિકામાં વિદેશી ગોરીઓ ગરબાના તાલે મનમુકીને ગરબે ઘુમતી જોવા મળી.

fallbacks

ગઈકાલે રાત્રે અમેરિકાની કેન્સાસ સિટીમાં ગુજરાતી સમાજ દ્વારા વિધિવત રીતે નવરાત્રિના પર્વ અંતર્ગત ગરબાનો પ્રારંભ કર્યો. આ ગરબા કાર્યક્રમની શરુઆત કેન્સાસ સ્ટેટના લુટેનેન્ટ ગવર્નરના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. એટલું જ નહીં લુટેનેન્ટ ગવર્નર ડેવિડ તોલેન્ડે અંબે માની આરતી કરી તથા પરિવાર સાથે ગરબે પણ ઘૂમ્યા હતા. આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ ગરબા ગાઈને ધૂમ મચાવી હતી. તેમનો અવાજ સાંભળી વિદેશીઓ પણ મનમૂકીને ગરબા રમતા પોતાની જાતને રોકી ન શક્યા. USAમાં હાજર ગુજરાતી સમાજે પણ આ પ્રસિદ્ધ તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી અને વિદેશની ભૂમિ પર પણ ભારતીય પરંપરા અતૂટ રાખી હતી.

લુટેનેન્ટ ગવર્નર ડેવિડ તોલેન્ડ સાથે કાર્યક્રમ ઉપસ્થિત અન્ય અતિથિમાં કેન્સાસ સિટીના કોંગ્રેસ કેન્ડીડેટ પેટ્રિક સ્કમિડ પણ હાજર રહ્યાં હતા. કોંગ્રેસમેન ક્લેવર II અને ગુજરાત ડાયમંડ ટાયકૂન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી જાતે હાજર ન રહી શક્યા તો વીડિયો દ્વારા શુભેચ્છા સંદેશ કેન્સાસ સિટીના ગુજરાતી સમાજના પ્રમુખ દેવ ભરવાડને મોકલ્યો હતો અને તે સંદેશનો વીડિયો કાર્યક્રમમાં મોટા સ્ક્રીનમાં બતાવવામાં આવ્યો હતો. ઇન્ડીયાથી ગુજરાત રાજ્ય ના ભા.જ.પા લોકસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પણ પત્ર દ્વારા ગુજરાતી સમાજને શુભેચ્છા પાઠવી હતી.

ભારતીય પરંપરા અનુસાર કેન્સાસ સિટી ગુજરાતી સમાજના પ્રમુખ દેવ ભરવાડે લુટેનેન્ટ ગવર્નર ડેવિડ તોલેન્ડને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને પાર્શ્વ ગાયક કિર્તીદાન ગઢવીનું સન્માન લુટેનેન્ટ ગવર્નર ડેવિડ ટોલેન્ડ ના હસ્તે કરવામાં આવ્યું હતું. મજાની વાત એ પણ છેકે, કેન્સાસના ગુજરાતી સમાજ ના લોકો મોટી સંખ્યામાં ખુબ મોડી રાત્રિ સુધી કિર્તીદાન ગઢવીના તાલે ગરબે ઘૂમતા રહ્યા અને ગુજરાતની આ પરંપરાગત ઉજવણીની મજા માણી હતી. ખાસ વાત એ પણ છે કે કેન્સાસ સિટીના ગુજરાતી સમાજ દ્વારા આ વર્ષે નવરાત્રિ 2022 અંતર્ગત ભવ્ય ગરબા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More