Home> World
Advertisement
Prev
Next

'આતંકીઓ સામે ઝુકો નહીં', પયગંબર વિવાદ પર ડચ સાંસદે ભારતને આપી સલાહ

પયગંબર મોહમ્મદ પર નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ ભારતને નેધરલેન્ડના સાંસદ ગીર્ટ બિલ્ડર્સનું સમર્થન મળ્યું છે. તેમણે અલકાયદાની ધમકી બાદ ટ્વીટ કરીને કહ્યું કે, ભારતે આતંકવાદીઓ સામે ઝુકવું જોઈએ નહીં. 

'આતંકીઓ સામે ઝુકો નહીં', પયગંબર વિવાદ પર ડચ સાંસદે ભારતને આપી સલાહ

નવી દિલ્હીઃ મોહમ્મદ પયગંબર પર ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની ટિપ્પણી બાદ સતત વિવાદ ચાલી રહ્યો છે. ઘણા મુસ્લિમ દેશોએ આ મુદ્દે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. તો આતંકી સંગઠન અલકાયદાએ ભારતમાં આતંકી હુમલો કરવાની ધમકી આપી છે. સતત વિવાદ વચ્ચે ભારતને નેધરલેન્ડના સાંસદ ગીર્ટ બિલ્ડર્સનું સમર્થન મળ્યું છે. અલકાયદાની ધમકી બાદ ડચ એમપીએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતે આતંકીઓની આગળ ઝુકવું ન જોઈએ. ડચ સાંસદે ટ્વીટ કર્યુ, 'અલકાયદા જેવા ઇસ્લામિક આતંકવાદીઓ સામે ન ઝુકો. તે બર્બરતાનું પ્રતિનિધિત્વ કરે છે.'

fallbacks

તેમણે લખ્યું કે ભારતે નૂપુર શર્માનું સમર્થન કરવું જોઈએ. તેમણે કહ્યું ભારતે નૂપુર શર્મા સાથે આવવું જોઈએ અને સમર્થન કરવું જોઈએ. ઘણા વર્ષ પહેલા અલકાયદા અને તાલિબાને મને પોતાના હિટ લિસ્ટમાં રાખ્યા હતા. આ એક શીખ છે- આતંકીઓ સામે ઝુકો નહીં. તેમણે કહ્યું કે નૂપુર શર્માની વાત સાચી હતી અને તેમના નિવેદન પર ઇસ્લામિક દેશોનો ગુસ્સો વ્યાજબી નથી. એક અન્ય ટ્વીટમાં ડચ સાંસદે લખ્યું, 'તુષ્ટીકરણ ક્યારેય કામ કરતું નથી. તેનાથી વસ્તુ વધુ ખરાબ થઈ જશે. આઝાદી માટે ઉભા થાય અને પોતાના નેતા નૂપુર શર્માને સાથ આપો.'

fallbacks

ઇસ્લામિક દેશ માનવાધિકાર પર લેક્ચર આપી શકે નહીંઃ બિલ્ડર્સ
નેધરલેન્ડના સાંસદે આ મુદ્દા પર વિરોધ વ્યક્ત કરનાર દેશોને ઢોંગી ગણાવી દીધા છે. તેમણે કહ્યું કે આ દેશોમાં ન તો લોકતંત્ર છે અને ન કાયદાનું રાજ છે. ત્યાં કોઈ પ્રકારની આઝાદી નથી અને અલ્પસંખ્યકો પર અત્યાચાર થાય છે. ત્યાં માનવાધિકારની કોઈ સુનાવણી થતી નથી. ગીર્ટ બિલ્ડર્સ નેધરલેન્ડના દક્ષિણપંથી નેતા છે. તેમણે નેધરલેન્ડમાં પાર્ટી ફોર ફ્રીડમની સ્થાપના કરી હતી. આ નેધરલેન્ડની ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. એટલું જ નહીં તેઓ 1998થી નેધરલેન્ડમાં સાંસદ છે. તે ઇસ્લામિક દેશોની આલોચના કરવા માટે જાણીતા છે. 

આ પણ વાંચોઃ રશિયાએ યુદ્ધમાં કેટલા સૈનિકો ગુમાવ્યા? યુક્રેનના રાષ્ટ્રપતિએ કર્યો ચોંકાવનારો દાવો

મહત્વનું છે કે એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી બાદ આ સમગ્ર મામલો શરૂ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે સાઉદી અરબ, ઈરાન, બહરીન, યૂએઈ, મલેશિયા જેવા ઘણા ઇસ્લામિક દેશોએ તેના પર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો કુવૈતમાં તો ભારતીય સામાનનો બહિષ્કાર કરવાની માંગ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ નૂપુર શર્માને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More