Home> World
Advertisement
Prev
Next

ભારતના આ પાડોશી દેશે 24,000 જેટલી પોર્ન સાઈટ્સ બંધ કરવાનો આપ્યો આદેશ

નેપાળ સરકારે ગુરુવારે 24,000થી વધુ પોર્ન (અશ્લીલ) વેબસાઈટ્સને બંધ કરવાના આદેશ આપી દેતા ખળભળાટ મચી ગયો છે.

ભારતના આ પાડોશી દેશે 24,000 જેટલી પોર્ન સાઈટ્સ બંધ કરવાનો આપ્યો આદેશ

કાઠમંડુ: નેપાળ સરકારે ગુરુવારે 24,000થી વધુ પોર્ન (અશ્લીલ) વેબસાઈટ્સને બંધ કરવાના આદેશ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. અનેક કાર્યકર્તાઓએ આ આદેશને હાસ્યાસ્પદ અને અપ્રભાવી પગલું ગણાવીને તેની ટીકા કરી રહ્યાં છે. સરકારનું કહેવું છે કે શારીરિક હિંસા રોકવા માટે આ પગલું લેવાયું છે. નોંધનીય છે કે જુલાઈમાં 13 વર્ષની એક શાળાની વિદ્યાર્થીનીના બળાત્કાર બાદ તેની નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી હતી. જેના વિરોધમાં દેશભરમાં ગુસ્સો ફૂટી નિકળ્યો હતો. આવી ઘટનાઓને જોતા સરકારે આ પગલું લીધુ છે. 

fallbacks

અશ્લીલ સામગ્રી સુધી સરળતાથી પહોંચ સામાજિક મૂલ્યો પર કરી રહી છે અસર
સરકાર પર દુષ્કર્મ અને હત્યાના મામલામાં યોગ્ય કાર્યવાહી નહીં કરવાનો આરોપ લાગ્યો. આ દરમિયાન પોલીસ ઓફિસરોનો પુરાવા નષ્ટ કરતો એક વીડિયો પણ સામે આવ્યો. ત્યારબાદ ઓગસ્ટમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયાં. જેમાં એકનું મોત અને અનેક ઘાયલ થયાં. 

fallbacks

સરકારે એક નિવેદનમાં કહ્યું કે ઈન્ટરનેટ દ્વારા પોર્ન અને અશ્લિલ સામગ્રી સુધી સરળ પહોંચે આપણા સામાજિક મૂલ્યો અને સામાજિક સદ્ભાવને પ્રભાવિત કર્યા છે અને તેણે શારીરિક હિંસાને પ્રોત્સાહન આપ્યું છે. ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીએ ઈન્ટરનેટ પ્રોવાઈડર્સને સૂચિ પઆપતા આ વેબસાઈટ્સને બંધ કરવા જણાવ્યું છે. 

(ઈનપુટ ભાષામાંથી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More