Home> World
Advertisement
Prev
Next

Nepal: માઉન્ટ એવરેસ્ટમાં નેપાળનું હેલિકોપ્ટર ક્રેશ, સવાર તમામ 6 લોકોના મોત

Nepal News: નેપાળમાં 6 લોકોને લઈને જઈ રહેલું હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટની નજીક ગૂમ થઈ ગયું છે. અધિકારીઓ આ હેલિકોપ્ટરની શોધમાં છે. મળતી માહિતી મુજબ ઉડાણ ભર્યાના ગણતરીના મિનિટો બાદ હેલિકોપ્ટર સાથે સંપર્ક તૂટી ગયો હતો.

Nepal: માઉન્ટ એવરેસ્ટમાં નેપાળનું હેલિકોપ્ટર ક્રેશ, સવાર તમામ 6 લોકોના મોત

નેપાળનું એક હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટ નજીક ક્રેશ થઈ ગયું. ત્યારબાદ હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના મોત થયા. વિમાનન અધિકારીઓએ કહ્યું કે આ પ્રાઈવેટ કોમર્શિયલ હેલિકોપ્ટરમાં 5 મેક્સિકન નાગરિકો સવાર હતા. નેપાળ પોલીસે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે તપાસ કરી રહેલી ટીમને ગૂમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી ગયો છે. આ સાથે જ પાંચ મૃતદેહો પણ મળી આવ્યા છે. કોશી પ્રાંત પોલીસના DIG રાજેશનાથ બસ્તોલાએ કહ્યું કે હેલિકોપ્ટર લિખુ પીકે ગ્રામ પરિષદ અને દુધકુંડા નગર પાલીકા- 2ની હદ પર મળી આવ્યું છે જેને સામાન્ય રીતે લામાજુરા ડાંડા કહેવામાં આવે છે. 

fallbacks

પોલીસના જણાવ્યાં મુજબ એવું લાગે છે કે હેલિકોપ્ટર પહાડની ચોટી પર કોઈ ઝાડ સાથે ટકરાયું હશે. DIG રાજેશનાથ બસ્તોલાએ કહ્યું કે મળી આવેલા મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ નથી. મળતી માહિતી મુજબ ઉડાણ ભર્યાની થોડી મિનિટોમાં હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજર પ્રતાબ બાબુ તિવારીએ જણાવ્યું કે 9એન-એએમવી હેલિકોપ્ટર સાથે તેના ઉડાણ ભર્યાના 15 મિનિટ બાદ જ સંપર્ક તૂટી ગયો હતો. 

અત્રે જણાવવાનું કે નેપાળમાં 6 લોકોને લઈને જઈ રહેલું હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટની નજીક ગૂમ થઈ ગયું હતું કાઠમંડુ પોસ્ટમાં નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના સૂચના અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલના હવાલે જણાવાયું હતું કે મનાંગ એર હેલિકોપ્ટર  9N-AMV રાજધાની કાઠમંડુ માટે સવારે 10.04 વાગે સોલુખુમ્બુ જિલ્લના સુરકે એરપોર્ટથી કાઠમંડુ માટે રવાના થયું હતું. જ્ઞાનેન્દ્ર ભુલે કહ્યું કે સવારે 10.13 વાગે 12000 ફૂટથી વધુની ઊંચાઈએ અચાનક તેનો સંપર્ક તૂટી ગયો. આ હેલિકોપ્ટરને  વરિષ્ઠ પાઈલટ કેપ્ટન ચેત બી ગુરુંગ ઉડ઼ાવી રહ્યા હતા. 

હિમાલયન ટાઈમ્સમાં એક સૂત્રના હવાલે જણાવ્યું છે કે પ્રાથમિક ખબરો મુજબ હેલિકોપ્ટરમાં પાઈલટ ચેત ગુરુંગ સહિત કુલ 6 લોકો સવાર હતા. વિમાનન અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રાઈવેટ કોમર્શિયલ હેલિકોપ્ટરમાં 5 મેક્સિકન નાગરિકો સવાર હતા જેમની ઓળખ હજુ ઉજાગર થઈ શકી નથી. ટીઆઈએના પ્રવક્તા ટેકનાથ સિતૌલાએ કહ્યું કે જેવું લમજુરા દર્રે પર હેલિકોપ્ટર પહોંચ્યું કે તેનાથી હેલોનો મેસેજ મળ્યો પરંતુ ટાવર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહીં.

ઈમોજી મોકલતા પહેલા રાખો ધ્યાન, અંગૂઠાવાળી ઈમોજીએ ખેડૂતને 50 લાખનું નુકસાન કરાવ્યું

52 વર્ષે પણ થનગનતું યૌવન ધરાવે છે આ દાદીમા, Photos જોઈને વિશ્વાસ નહીં કરી શકો

ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હોવ તો સાવધાન! 25 પ્લેટ સમોસા 1.40 લાખમાં પડ્યા, ખાસ જાણો

મનાંગ એર એક હેલિકોપ્ટર એરલાઈન છે. જેની સ્થાપના કાઠમંડુમાં 1997માં થઈ હતી. તે નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના વિનિયમન હેઠળ નેપાળના ક્ષેત્રની અંદર કોમર્શિયલ એર ટ્રાન્સપોર્ટમાં હેલિકોપ્ટરોનું સંચાલન કરે છે. આ હેલિકોપ્ટર કંપની ચાર્ટર્ડ સેવાઓ આપે છે અને વ્યક્તિગત સેવાઓ જેમ કે એડવેન્ચર ફ્લાઈટ્સ હેલિકોપ્ટર ટુર પર કેન્દ્રીત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More