Home> World
Advertisement
Prev
Next

નક્શા વિવાદમાં પાછુ હટ્યું નેપાળ, ભારતના ભાગોને નક્શામાં બતાવવાનો હતો પ્રસ્તાવ

ભારતના કેટલાક ભાગોને આવરી લેતા નવો નકશો પ્રકાશિત કર્યા બાદ રાજકીય અને કૂટનીતિક સંબંધોમાં તંગી વચ્ચે નેપાળ એક પગલું પાછું હટ્યું છે.

નક્શા વિવાદમાં પાછુ હટ્યું નેપાળ, ભારતના ભાગોને નક્શામાં બતાવવાનો હતો પ્રસ્તાવ

નવી દિલ્હી: ભારતના કેટલાક ભાગોને આવરી લેતા નવો નકશો પ્રકાશિત કર્યા બાદ રાજકીય અને કૂટનીતિક સંબંધોમાં તંગી વચ્ચે નેપાળ એક પગલું પાછું હટ્યું છે.

fallbacks

હકીકતમાં, નેપાળ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નકશાને દેશના બંધારણમાં ઉમેરવા માટે આજે સંસદમાં બંધારણમાં સુધારો કરવાની દરખાસ્ત કરવાની હતી. પરંતુ નેપાળ સરકારે છેલ્લી ઘડીએ સંસદના એજન્ડામાંથી આજે બંધારણ સુધારણાની કાર્યવાહીને દૂર કરી દીધી.

આ પણ વાંચો:- શી જિનપિંગે ચીનની સેનાને કહ્યું, યુદ્ધની તૈયારીઓમાં ઝડપ લાવો

નેપાળનો શાસક પક્ષ અને વિપક્ષી પાર્ટી બંનેની પરસ્પર સંમતિથી બંધારણ સુધારણા બિલ સંસદના એજન્ડામાંથી હટાવી દેવામાં આવ્યું છે. મંગળવારે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ નવા નકશા મુદ્દે રાષ્ટ્રીય સંમતિ બનાવવા માટે સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ ભારત સાથે વાટાઘાટો કરીને કોઈપણ મુદ્દાને હલ કરવા સૂચન કર્યું હતું.

આ પણ વાંચો:- Lockdownના કારણે પોતાની માતાને અંતિમ વિદાય પણ ન આપી શક્યા ડચ પ્રધાનમંત્રી

ભારત સાથે દ્વિપક્ષીય સંવાદનો માહોલ બનાવવા માટે નેપાળે તેના તરફથી આ પગલું ભર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળ સાથે વાતચીતનો માહોલ બનાવવાની માંગ કરી હતી. નેપાળે સંસદમાં નકશો રજૂ નહીં કરીને રાજદ્વારી પરિપક્વતાના દાખલા આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More