Home> World
Advertisement
Prev
Next

Nepal: સુપ્રીમ કોર્ટનો આદેશ- 28 કલાકની અંદર શેર બહાદુરને પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે

સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોવાળી બંધારણીય પીઠે સોમવારે આ આદેશ આપ્યો કે 28 કલાકની અંદર (બે દિવસની અંદર) નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાને પ્રદાનમંત્રી નિયુક્ત કરવામાં આવે. 

Nepal: સુપ્રીમ કોર્ટનો આદેશ- 28 કલાકની અંદર શેર બહાદુરને પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે

કાઠમંડુઃ નેપાળની સુપ્રીમ કોર્ટે (Nepal Supreme Court) આદેશ આપ્યો છે કે 28 કલાક (આશરે બે દિવસ) ની અંદર નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાને પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે. કોર્ટો સોમવારે ભંગ પ્રતિનિધિ સભાને આશરે પાંચ મહિનામાં બીજીવાર બહાલ કરતા પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી  (Prime Minister KP Sharma Oli) ને મોટો ઝટકો આપ્યો છે, જે ગૃહમાં વિશ્વાસ મત હાર્યા બાદ અલ્પમત સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. 

fallbacks

સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોવાળી બંધારણીય પીઠે સોમવારે આ આદેશ આપ્યો કે 28 કલાકની અંદર (બે દિવસની અંદર) નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાને પ્રદાનમંત્રી નિયુક્ત કરવામાં આવે. 

મુખ્ય ન્યાયાધીશ ચોલેન્દ્ર શમશેર રાણાની અધ્યક્ષતાવાળી પીઠે પાછલા સપ્તાહે આ મામલામાં સુનાવણી પૂરી કરી હતી. પીઠમાં સુપ્રીમ કોર્ટના ચાર અન્ય વરિષ્ઠ ન્યાયાધીશ- દીપક કુમાર કરકી, મીરા ખડકા, ઇશ્વર પ્રસાદ ખાતીવાડા અને ડો. આનંદ મોહન ભટ્ટારાઈ સામેલ છે. 

આ પણ વાંચોઃ નવાઈની વાત છે! એક એવો દેશ છે, જ્યાં આપણી સોસાયટી કરતાં પણ ઓછી છે જનસંખ્યા

રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ પ્રધાનમંત્રી ઓલીની ભલામણ પર 275 સભ્યોવાળા નિચલા ગૃહને 22 મેએ પાંચ મહિનામાં બીજીવાર ભંગ કરી દીધું હતું અને 12 તથા 19 નવેમ્બરે મધ્યાવર્તી ચૂંટણીની જાહેરાત કરી હતી.

ચૂંટણીને લઈને અનિશ્ચિતતાઓ વચ્ચે ચૂંટણી પંચે પાછલા સપ્તાહે મધ્યાવર્તી ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. નેપાળી કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધન દ્વારા દાખલ અરજી સહિત આશરે 30 અરજીઓ રાષ્ટ્રપતિ દ્વારા ગૃહ ભંગ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More