New Nostradamus Prediction: દેશ, દુનિયા અને ધરતી વિશે ભવિષ્યકર્તાઓએ અનેક ભવિષ્યવાણીઓ કરી છે, જે એક પછી એક સાચી સાબિત થઈ રહી છે. 16મી સદીના નાસ્ટ્રાડેમસ પછી એક 'નવા નોસ્ટ્રાડેમસ' દુનિયામાં પ્રખ્યાત છે, તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી છે. તેનું નામ ક્રેગ હેમિલ્ટન છે, જેને પ્રલયના પયગંબર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રેગ બ્રિટિશ મનોવિજ્ઞાની અને આધ્યાત્મિક વિષયોના નિષ્ણાત છે. ક્રેગ ભવિષ્યવાણી કરતા વખતે નાડી જ્યોતિષ પદ્ધતિનો ઉપયોગ કરે છે અને આ પદ્ધતિના મૂળ ભારત સાથે જોડાયેલા છે. ક્રેગે હાલમાં જ એક ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ હતી.
દરિયામાં જહાજ સાથે અકસ્માત થવાની ભવિષ્યવાણી
ક્રેગે ભવિષ્યવાણી કરી હતી કે, નોર્થ સમુદ્રમાં એક કાર્ગો જહાજ એક વિશાળ ઓઈલ ટેન્કર સાથે અથડાશે અને તેલ સમુદ્રમાં ફેલાઈ જશે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. તેણે 4 માર્ચના રોજ એક યુટ્યુબ વીડિયોમાં આ ભવિષ્યવાણી કરી હતી અને સાત દિવસ પછી 11 માર્ચે કાર્ગો જહાજ એમવી સોલોંગ 18,000 ટન જેટ ફ્યુઅલ વહન કરતું અમેરિકન ઓઈલ ટેન્કર એમવી સ્ટેના ઈમેક્યુલેટ સાથે અથડાયું હતું. વીડિયોમાં હેમિલ્ટન-પાર્કરે કહ્યું કે, તેણે એક જહાજ અથવા કંઈક તકલીફમાં જોયું અને તેણે વિચાર્યું કે જહાજ ટૂંક સમયમાં અકસ્માતનો શિકાર બનશે.
ડિલીવરી બોય પર પડી હતી સ્ટારબક્સની ગરમ કોફી, હવે કંપની ચૂકવશે 4347420000 રૂપિયા
જો કે, તે સ્પષ્ટ નથી થયું કે તે ઓઈલ ટેન્કર છે કે પેસેન્જર જહાજ, પરંતુ સમુદ્રમાં જહાજ સાથે અકસ્માત થઈ શકે છે, જેનાથી પ્રદૂષણ થશે. આ સાચું સાબિત થયું અને 11 માર્ચે જ્યારે સ્ટેના ઇમમક્યુલેટ ઓઇલ ટેન્કર હમ્બર નદી પર કિલિંગહોલ્મે બંદર પર લાંગરવામાં આવ્યું હતું, સાફ થવાની રાહ જોઈ રહ્યું હતું, ત્યારે તે નાના એમવી સોલોંગ સાથે અથડાયું હતું, જેના કારણે ભારે આગ અને વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે, અંતરિક્ષમાંથી પણ ધુમાડો દેખાતો હતો. રેસ્ક્યુ ટીમ સોલોંગમાંથી 13 ક્રૂ મેમ્બર્સને બચાવવામાં સફળ રહી, જ્યારે એક ક્રૂ મેમ્બરનું મૃત્યુ થયું. સ્ટેના ઈમેક્યુલેટના તમામ 13 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા.
550 કરોડની માલકિન છે આ માસૂમ બાળકી, 1 ફિલ્મ માટે લે છે 15 કરોડ
નવા નોસ્ટ્રાડેમસનો ચોંકાવનારો દાવો
ઉલ્લેખનીય છે કે, હેમિલ્ટન-પાર્કર તેની પત્ની જેન સાથે મળીને ભવિષ્યવાણી કરે છે. તેણે અગાઉ કોવિડ-19 રોગચાળો, બ્રેક્ઝિટ, ક્વીન એલિઝાબેથ IIના મૃત્યુ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હત્યાના પ્રયાસની આગાહી કરી હતી, જે તમામ સાચી સાબિત થઈ છે. હેમિલ્ટન-પાર્કર 20 વર્ષની ઉંમરે ભારતીય ઉપખંડની મુલાકાત લેવાનો દાવો કરે છે, જ્યાં તેણે પ્રાચીન ભારતીય ભવિષ્યકથન પદ્ધતિઓ શીખી હતી.
વિટામિન B12ની કમી થવા પર શરીર જોવા મળે છે આ લક્ષણ, હાથ-પગમાં થઈ શકે છે આ સમસ્યા
આ પછી તેણે ભવિષ્યવાણીઓ કરવાનું શરૂ કર્યું. તેણે પોતાની અટક 16મી સદીના મહાન ભવિષ્યકર્તા નાસ્ટ્રાડેમસના નામ પરથી રાખી હતી, જેઓ ફ્રેન્ચ જ્યોતિષી અને ચિકિત્સક હતા. તેણે એડોલ્ફ હિટલરના સત્તામાં આવવા 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકામાં થયેલા આતંકવાદી હુમલા અને વર્ષ 2020માં કોવિડ-19 મહામારીના ફેલાવા જેવી આગાહીઓ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે