નવી દિલ્હી: એક બાજુ જ્યાં કોરોનાના વધતા કેસને લઈને સમગ્ર દુનિયામાં લોકોની ચિંતા વધી રહી છે ત્યાં હેલ્થ એક્સપર્ટે ભવિષ્યવાણી કરી છે કે આગામી વર્ષેના એપ્રિલ મહિના સુધીમાં લાઈફ પહેલા જેવી નોર્મલ થઈ શકે છે. તેમણે કહ્યું કે એપ્રિલ સુધીમાં કોવિડ-19 નબળો થઈને 'સામાન્ય શરદીનું એક વધુ કારણ' બનીને રહી જશે.
એપ્રિલ સુધીમાં ખતમ થઈ જશે કોરોનાનો ખતરો
ઈસ્ટ ઈંગ્લિયા યુનિવર્સિટી (University of East Anglia) માં મેડિસિનના પ્રોફેસર પોલ હંટર (Professor Paul Hunter) એ બીબીસી બ્રેકફાસ્ટ પર ચોંકાવનારી પરંતુ સારી જાહેરાત કરી. તેમણે કહ્યું કે કોરોનાનો પ્રભાવ ભવિષ્યમાં ખતમ થઈ જવાનો છે. તે બિલકુલ નોર્મલ વાયરસ અને બીમારી જેવો રહી જશે. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે નવા વર્ષ પહેલા ઈંગ્લેન્ડ માટે કોઈ નવો પ્રતિબંધ લાગૂ નહીં થાય અને કદાચ ત્યારબાદ પણ ન થાય.
ઓછી હાઈટવાળા પુરુષોની સેક્સ લાઈફ પર અત્યંત ચોંકાવનારો ખુલાસો, ખાસ જાણો
સામાન્ય શરદી-ઉધરસની જેમ રહી જશે કોવિડ-19
ડેઈલી સ્ટારમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ શ્રમિકોને અલગ થલગ કરવાના કારણ એનએચએસ કર્મચારીઓની કમી અંગે બોલતા હંટરે કહ્યું કે કોવિડ દૂર જવાનો નથી, આ ફક્ત એક વાયરસ છે જે એપ્રિલ 2022 બાદ ચિંતાનું કારણ નહીં રહે. તેમણે દાવો કર્યો કે 'કોવિડ-19 એપ્રિલ બાદ નોર્મલ વાયરસ થઈ જશે જે સામાન્ય શરદી ઉધરસનું એક કારણ બની જશે.'
'વધુ પત્ની હોય તો સ્વર્ગના દ્વાર ખુલે છે' અહીં એક વ્યક્તિ રાખે છે ઓછામાં ઓછી 3 પત્ની
ઓમિક્રોનથી છે ઓછું જોખમ
તેમણે કહ્યું કે 'આ એક એવી બીમારી છે જે દૂર થઈ રહી નથી, સંક્રમણ દૂર થતું નથી જો કે તે વધુ લાંબા સમય સુધી ગંભીર બીમારીનું સ્વરૂપ નહીં રહે.' કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે બોલતા તેમણે કહ્યું કે આ નવો વેરિએન્ટ ડેલ્ટાની સરખામણીમાં ઘણો વધુ ચેપી છે. પરંતુ જોખમના મામલે તે ડેલ્ટાની સરખામણીએ અત્યાર સુધી તો 50-70% ઓછો જોખમી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે