Home> World
Advertisement
Prev
Next

અમેરિકાની ધમકીની કિમ પર કોઈ અસર નહીં, ઉત્તર કોરિયાએ 8 બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સતત મિસાઇલનું પરીક્ષણ કરી રહ્યાં છે. અમેરિકાની ધમકી છતાં ઉત્તર કોરિયાએ 8 બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. 

અમેરિકાની ધમકીની કિમ પર કોઈ અસર નહીં, ઉત્તર કોરિયાએ 8 બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી

પ્યોંગયાંગઃ અમેરિકાની ધમકી છતાં ઉત્તર કોરિયાએ પોતાના પૂર્વી કિનારાથી સમુદ્રી તરફ આઠ બેલિસ્ટિક મિસાઇલો લોન્ચ કરી છે. ન્યૂઝ એજન્સી એએફપીએ તેની પુષ્ટિ કરી છે. એક સર્વોચ્ચ અમેરિકી દૂતનું દક્ષિણ કોરિયામાં સિયોલથી પ્રસ્થાન કરવાના એક દિવસ બાદ આ ભયાનક પ્રક્ષેપણ થયું છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું કે મિસાઇલને ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગના સુનન વિસ્તારમાં લોન્ચ કરવામાં આવી છે. 

fallbacks

જાપાનની ક્યોદો સમાચાર એજન્સીએ એક સરકારી સૂત્રના હવાલાથી તે પણ કહ્યું કે, ઉત્તર કોરિયાએ ઘણી મિસાઇલ લોન્ચ કરી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પોતાની સૌથી મોટી અંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલ સહિત અન્ય મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. 

નોંધનીય છે કે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ સુંગ કિમે પોતાના દક્ષિણ કોરિયન અને જાપાની સમકક્ષો સાથે શુક્રવારે સિયોલમાં મુલાકાત કરી હતી. તમામ આકસ્મિક તૈયારી માટે ઉત્તર કોરિયા 2017 બાદ પ્રથમવાર પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે. જાપાનની સરકારે કહ્યું કે ઉત્તર કોરિયાએ એક શંકાસ્પદ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી હતી. 

આ પણ વાંચોઃ બાઇડેનની સુરક્ષામાં મોટી ચૂક, ઘરની ઉપરથી પસાર થયું અજાણ્યું વિમાન, રાષ્ટ્રપતિને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

અમેરિકાએ પ્યોંગયાંગને સીધી રીતે કહ્યું છે કે તે કૂટનીતિ માટે હાજર છે. અમેરિકાએ ઉત્તર કોરિયા પર પોતાની બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ પર વધુ સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધોનું આહ્વાન કર્યું, પરંતુ ચીન અને રશિયાએ વીટો કરી દીધો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કોરિયાને જાહેર રૂપથી વિભાજીત કર્યા બાદ પ્રથમવાર 2006માં તેને દંડ આપવાનું શરૂ કર્યું, જ્યારે ઉત્તર કોરિયાએ તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. 

અનેક દેશોના વિરોધ છતાં કિમ જોંગ ઉન સતત મિસાઇલનું પરીક્ષણ કરી રહ્યાં છે. જેમાં બેલિસ્ટિક મિસાઇલ પણ સામેલ છે. કોરિયામાં છેલ્લે 25 મેએ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે જો બાઇડેને એશિયાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ત્રણ મિસાઇલ લોન્ચ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More