Home> World
Advertisement
Prev
Next

બીમારીની અટકળો વચ્ચે તાનાશાહ કિમ જોંગ ઉન અંગે આવ્યાં અત્યંત મહત્વના સમાચાર

ઉ.કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અંગે અત્યંત મહત્વના સમાચાર આવ્યાં છે. 

બીમારીની અટકળો વચ્ચે તાનાશાહ કિમ જોંગ ઉન અંગે આવ્યાં અત્યંત મહત્વના સમાચાર

પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને જે અટકળો થઈ રહી હતી તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. શુક્રવારે કિમ જોંગ જાહેરમાં જોવા મળ્યા હોવાના રિપોર્ટ્સ છે. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સીએ આ વાતની જાણકારી આપતા કહ્યું કે કિમ 20 દિવસ બાદ જોવા મળ્યાં છે. 

fallbacks

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)ના જણાવ્યાં મુજબ કિમ જોંગ ઉને સુનચિઓનમાં એક ફર્ટિલાઈઝર ફેક્ટરી તૈયાર થવાના અવસરે આયોજિત એક સમારોહમાં ભાગ લીધો હતો. આ જગ્યા રાજધાની પ્યોંગયાંગ નજીક છે. આ દરમિયાન કિમની બહેન કિમ યો જોંગ પણ ત્યાં હાજર રહી હતી. જો કે આ સમારોહની તસવીરો હજુ જાહેર થઈ નથી. 

fallbacks

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને ભાત ભાતના અહેવાલો આવી રહ્યાં છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે હાર્ટ સર્જરી બાદ તેમનું મોત થઈ ગયું. કિમ ક્યાં છે અને તેમનું સ્વાસ્થ્ય કેવું છે તે એક રહસ્ય બની રહ્યું છે. કારણ કે તેઓ 11 એપ્રિલ બાદથી સરકારી મીડિયામાં જોવા મળ્યા નથી. તેના એક દિવસ  બાદ તેમનું ઓપરેશન થયું હતું. 

જુઓ LIVE TV

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગના સ્વાસ્થ્યને લઈને થયેલા દાવાની પુષ્ટિ કરવી પણ એક પ્રકારે અશક્ય છે. કારણ કે ઉત્તર કોરિયાએ પોતાની જાતને દુનિયાથી અલગ રાખી છે. ત્યાં દરેક ચીજ ગોપનીય રાખવામાં આવે છે. ઉત્તર કોરિયાના અખબારોએ પણ કિમ જોંગ ઉનની 11 એપ્રિલે લેવાયેલી તસવીર ઉપરાંત કોઈ તસવીર છાપી નથી. તેમણે એ પણ જણાવ્યું નથી કે કિમ બીમાર છે કે નહીં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More