Home> World
Advertisement
Prev
Next

Nostradamus Prediction: નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણી ચર્ચામાં, ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારથી શરૂ થશે અને કેટલું ચાલશે તેનો ઉલ્લેખ

હાલ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સમગ્ર દુનિયામાં દહેશતનો માહોલ છે. કારણ કે બે દેશો વચ્ચેનું આ યુદ્ધ ક્યારે વર્લ્ડ વોરમાં ફેરવાઈ જાય તે કહી શકાય નહીં. આવામાં હાલ ફ્રાન્સના પ્રસિદ્ધ પૂર્વ જ્યોતિષ નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણી ચર્ચામાં છે. આ ભવિષ્યવાણીમાં ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે વાત કરાઈ છે. 

Nostradamus Prediction: નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણી ચર્ચામાં, ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારથી શરૂ થશે અને કેટલું ચાલશે તેનો ઉલ્લેખ

Nostradamus Prediction: હાલ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સમગ્ર દુનિયામાં દહેશતનો માહોલ છે. કારણ કે બે દેશો વચ્ચેનું આ યુદ્ધ ક્યારે વર્લ્ડ વોરમાં ફેરવાઈ જાય તે કહી શકાય નહીં. આવામાં હાલ ફ્રાન્સના પ્રસિદ્ધ પૂર્વ જ્યોતિષ નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણી ચર્ચામાં છે. આ ભવિષ્યવાણીમાં ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે વાત કરાઈ છે. 

fallbacks

શું કહ્યુ છે નોસ્ત્રાડેમસે?
ધ સનના રિપોર્ટ મુજબ નોસ્ત્રાડેમસ ફ્રાન્સના એક વિખ્યાત જ્યોતિષ હતા. જેમનો જન્મ 16મી સદીમાં થયો હતો. તેમણે ભવિષ્યમાં ઘટનારી અનેક વૈશ્વિક ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરી હ તી. એવું કહેવાય છે કે આ ભવિષ્યવાણીઓમાંથી એક રશિયા-યુક્રેન વોર પણ હતી જે હવે સાચી ઠરી રહી છે. એવું કહેવાય છે કે નોસ્ત્રાડેમસે એમ પણ કહ્યું હતું કે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ તો સમાપ્ત થઈ જશે પરંતુ વિવિધ દેશો વચ્ચે ફૂટેલા મતભેદોની ચિંગારી અંદરોઅંદર ભડકેલી જ રહેશે. જેના કારણે આગામી વર્ષે પૂર્વ યુરોપમાં મોટું યુદ્ધ શરૂ થઈ જશે. જે સ્પષ્ટ રીતે ત્રીજું વિશ્વયુદ્ધ હશે. નોસ્ત્રાડેમસે આગામી વર્ષે વિશ્વ યુદ્ધ થવાની ભવિષ્યવાણી કરેલી છે. 

Pakistan: ઈમરાન ખાન મોટી મુશ્કેલીમાં! ફ્લોર ટેસ્ટ પહેલા જ મળ્યો આ જબરદસ્ત મોટો ઝટકો

આટલા સમય સુધી ચાલશે યુદ્ધ
નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણીમાં એ પણ જણાવ્યું છે કે આ વર્લ્ડ વોર-3 લગભગ 7 મહિના સુધી ચાલશે અને તેમા દુનિયાભરમાં લાખો લોકો માર્યા જશે. નોસ્ત્રાડેમસના જણાવ્યાં મુજબ આ યુદ્ધમાં મોટા દુનિયામાં અગનજ્વાળા વરસશે અને અનેક દેશોનું અસ્તિત્વ ભૂસાઈ જશે. બચેલા લોકો દુનિયામાં નવેસરથી માનવજીવનની શરૂઆત કરશે. જેનાથી દુનિયામાં એક નવો વર્લ્ડ ઓર્ડર પણ શરૂ થશે. 

એવું પણ મનાય છે કે તેમણે વર્ષ 2022માં યુરોપમાં એક યુદ્ધ શરૂ થવાની ભવિષ્યવાણી પણ કરેલી છે. આ જ યુદ્ધ ધીરે ધીરે આગળ વધીને ત્રીજા વર્લ્ડ વોરનું સ્વરૂપ લઈ લેશે. ત્યારબાદ બીજા દેશ પણ તેમા સામેલ થઈ જશે. નોસ્ત્રાડેમસનું મોત 450 વર્ષ પહેલા થયું હતું. તેમણે પોતાના જીવનમાં 6,338 ભવિષ્યવાણીઓ કરી હતી. જેમાંથી 70 ટકા ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં પૂરી થઈ ચૂકી છે. 

ગજબ કહેવાય...માત્ર 4 જ મિનિટમાં મહિલા માતા બની ગઈ, સાંજે પતિ ઘરે આવ્યો તો દંગ રહી ગયો

નોસ્ત્રાડેમસની કેટલીક સાચી પહેલી ભવિષ્યવાણીઓમાં જર્મનીમાં એડોલ્ફ હિટલરનો ઉદય, બીજુ વિશ્વ યુદ્ધ, 11 સપ્ટેમ્બરે અમેરિકામાં થયેલો આતંકી હુમલો, ફ્રેન્ચ ક્રાંતિ અને પરમાણુ બોમ્બના વિકાસની વાતો સામેલ હતી. તેમણે વર્ષ 2020માં કોરોના વાયરસ મહામારી વિશે પણ ભવિષ્યવાણી કરેલી હતી. જે સાચી ઠરી. એવું મનાય છે કે તેમની આવનારી ભવિષ્યવાણીઓ પણ સાચી પડી શકે છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More