નવી દિલ્હી: કહેવત છે કે ‘જાકો રાખે સાઇયાં, માર સકે ન કોય’. આ કહેવતને હકીકતમાં બદલતી એવી જ એક ઘટના ચીનમાં બની છે. અહીં એક મહિલા ટ્રકની અડફેટે આવી ગયા બાદ પર ચમત્કારિક બચાવ થતો જોવા મળી રહ્યો છે. લોકો આ મહિલાની કિસ્મત કહી રહ્યું છે. આ સમગ્ર ઘટના એક કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જો તેમે આ વીડિયો એક વાર જુઓ તો બેશક તમે આ વીડિયો વારંવાર જોશો. કેમકે જે રીતે એક ટ્રક મહિલાને ટક્કર મારે છે. પહેલી વખતમાં તો એવું જ લાગશે કે મહિલા સુરક્ષિત હશે નહી.
પીપલ્સ ડેલીની પોસ્ટનો વીડિયો
પીપલ્સ ડેલી ચાઇનાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલો સાઉથ ચાઇના સ્થિત ગુઆંગડોંગનો એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા ટૂ-વ્હિલર (સ્કૂટી) પર જઇ રહી છે. આ વીડિયોમાં તે એક સાઇડ ટર્ન મારવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે પાછળથી આવતો ટ્રક તે જ દિશામાં ટર્ન મારે છે અને જે દિશામાં મહિલાએ ટર્ન લીધો હતો. અચાનક ટ્રક સ્કૂટી પર જતી મહિલાને ટક્કર મારતા મહિલા ટ્રકની સામે રસ્તા પર પડી જાય છે. પરંતુ આ ઉપરાંત ટ્રકની સ્પિડ ઓછી થતી નથી.
ડિસેમ્બરમાં બની હતી આ ઘટના
આ ઘટનામાં ટ્રકના ટાયર સ્કૂટીને કચડી નાખે છે અને થોડી સેંકડ પછી ટ્રક રોકાઇ જાય છે. આશ્ચર્યજનક રૂપમાં વીડિયોમાં જોવા મળે છે કે મહિલા ટ્રકના પાછળના ટાયર પાસેથી સુરક્ષિત બહાર નિકળતી જોવા મળે છે. આ પહેલા ડિસેમ્બરમાં આવી જ એક રોડ અકસ્માત ચીનના લિનયુગાંગ શહેરમાં થયો હતો. આ ઘટનામાં રસ્તો પાર કરી રહેલી મહિલાને બે કોરે ટક્કર મારી હતી. પરંતુ આ ઘટનામાં મહિલાને કોઇ મોટી ઇજા પહોંચી ન હતી અને તેનો સુરક્ષિત બચાવ થાય છે.
WATCH: Woman miraculously survives after being run over by a truck. CCTV camera captured the dramatic footage in Maoming, south China's Guangdong province. pic.twitter.com/2ZZ13Yc3TC
— People's Daily,China (@PDChina) September 11, 2018
ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયો યૂઝર્સ ઝડપની સાથે જોઇ રહ્યા છે. કેટલાક યૂઝર્સ આ ઘટનામાં મહિલાના બચવા માટે ભગવાનનો આભાર માની રહ્યા છે. તો કેટલાક લોકો તેને ઓએમજી (OMG) કહી રહ્યાં છે. કેટલાક લોકો મહિલાને ભાગ્યશાળી કહી રહ્યું છે. આ વીડિયો અત્યાર સુધીમાં કેટલાક લોકોએ રી-ટ્વિટ કરી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે