નોર્વેઃ નોર્વેના સમુદ્રમાં એક માછીમારની આંખો ત્યારે પહોળી ગઈ હતી જ્યારે તેની જાળમાં એલિયન-મોન્સટર જેવી એક માછલી ફસાઈ ગઈ હતી. બે ઘડી માટે તો આ માછીમાર ધબકારા ચૂકી ગયો હતો. 19 વર્ષનો ઓસ્કર લૂંધાલ નામનો એક નોર્વેના ઉત્તર ટાપુ આન્ડોયા ખાતે બ્લ્યૂ હેલીબટ માછલી પકડવા માટે પ્રયાસ કરતો હતો. એ સમયે એક અલગ જ પ્રકારનું સમુદ્રી પ્રાણી જોઈને તે અવાચક થઈ ગયો હતો.
લુંધાલે જણાવ્યું કે, "આ માછલી સમુદ્રમાં 800 મીટરની ઊંડાઈએ હતી અને લગભગ 30 મિનિટ સુધી મારી સામે એકીટસે જોતી રહી હતી."
Oscar Lundahl was trying to catch blue #halibut when he found the unusual #fish on the end of his line off the coast of #Norway. pic.twitter.com/0SCVK5n5od
— Baja Expeditions (@BajaExpeditions) September 16, 2019
આ માછલીનું નામ રેટફીશ છે, જેનું લેટીન નામ 'ચિમેરાસ મોન્ટ્રોસા લિનાન્યુસ' (Chimeras Monstrosa Linnaeus) છે. ગ્રીક દંતકથાઓમાં સિંહ જેવું માથું અને ડ્રેગોન જેવી પૂંછડી ધરાવતા એક પ્રાણીનો ઉલ્લેખ છે અને આ માછળી તેના જેવી જ દેખાય છે.
World Ozone Day : 32 વર્ષ બાદ આજે પણ ઓઝોન સ્તરની સુરક્ષા ટોચની પ્રાથમિક્તા
આ માછલી શાર્કનો એક પ્રકાર છે, જે 300 મિલિયન વર્ષ પહેલા જોવા મળતી હતી. તે સમુદ્રના અત્યંત ઊંડા પાણીમાં રહે છે અને જ્વલ્લે જ સપાટી પર આવતી હોય છે કે પકડાતી હોય છે. એવું માનવામાં આવે છે કે ઊંડા સમુદ્રમાં સ્પષ્ટ રીતે જોઈ શકે તેના માટે તેમની આંખ મોટી હોય છે. આ માછલી માનવીને કોઈ નુકસાન પહોંચાડતી નથી, કેમ કે તેનો દેખાવ જ એવો હોય છે કે કોઈ પણ વ્યક્તિ પ્રથમ દૃષ્ટિએ જ તેને જોઈને ડરી જાય.
માછલીને પકડનારા લુંધાલે જણાવ્યું કે, "મેં મારા જીવનમાં આ પ્રકારની માછલી ક્યારેય જોઈ નથી. તે થોડી ડાયનાસોર જેવી અને વિચિત્ર દેખાવ ધરાવતી છે. તેનો આ વિચિત્ર દેખાવ હોવા છતાં સ્વાદમાં તો તે ખુબ જ ટેસ્ટી હતી."
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે