નવી દિલ્હી: બાળપણમાં બાળકો રમત રમતમાં અનેક પ્રકારના પ્રયોગો કરતા રહે છે. ક્યારેક બાળકો કાગળથી નૌકા કે ખુરશી વગેરે બનાવતા હોય છે તો ક્યારેક માચિસના ડબ્બામાંથી ટ્રેન બનાવતા હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે કે જેમાં માચિસની સળીઓથી એક સાપ તૈયાર કરવામાં આવ્યો છે. માચિસની સળીઓથી તૈયાર થયેલા સાપમાં જ્યારે આગ લાગે છે તો પછી તે જોવામાં ખુબ આકર્ષક લાગે છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે. હજો કે અહીં અમે તમને આ વીડિયો યુટ્યુબના પેજ WOW EXPERIMENTના માધ્યમથી દેખાડી રહ્યાં છીએ.
જુઓ VIDEO
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માચિસની સળીઓને પરસ્પર એવી રીતે ચીપકાવવામાં આવી છે કે તે સાપ જેવી લાગે છે. સાપનું મોઢું બનાવવા માટે પણ માચિસની સળીઓને ખુબ જ નજીક ચીપકાવવામાં આવી છે. છેલ્લી સાપની પૂછડીમાં આગ લગાવવામાં આવે છે. સંપૂર્ણ રીતે માચિસની સળીઓથી બનેલો સાપ બળ્યા બાદ કાળો પડે છે અને નીચે પડે છે.
આ પ્રયોગ કરવો અને જોવો બિલકુલ અલગ અનુભૂતિ કરાવશે. જો કે અહી તમને અમે ભલામણ કરીશું કે જો તમે માચિસની સળીઓથી સાપ બનાવીને ખેલ કરવા માંગતા હોવ તો થોડી સાવધાની રાખજો. આગ સાથે રમત કરવી ક્યારેક ભારે પડે છે. બાળકોને ખાસ કહેવાનું કે ઘરના વડીલોની હાજરીમાં જ આ અનોખા પ્રયોગને અંજામ આપે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે