Real Love Story: 25 વર્ષીય જોડિયા બહેનો કારમેન અને લુપિતા એન્ડ્રેડ, જેઓ જન્મથી જ એક-બીજા સાથે શરીરથી જોડાયેલી છે, પરંતુ હાલ ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે કારણ ખૂબ જ ખાસ અને ભાવનાત્મક છે, કારમેન તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ડેનિયલ મેકકોર્મેક સાથે લગ્ન કર્યા છે. કારમેન અને ડેનિયલ 2020માં ડેટિંગ એપ 'હિન્જ' દ્વારા મળ્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબરમાં બંનેએ યુએસએના કનેક્ટિકટમાં સાદગીથી લગ્ન કર્યા હતા.
'અન્ય કોઇ વિકલ્પ નહીં' નું પરિબળ કોંગ્રેસમાં લાગું! આ બે પરિવાર કોંગીનું TINA ફેક્ટર
લગ્ન દરમિયાન શું થયું?
કારમેન પોતે આ અપડેટ તેના યુટ્યુબ વિડીયો 'ઓવરડ્યુ અપડેટ' માં શેર કર્યો છે. વિડીયોમાં કારમેન પોતાના હાથ પરની લગ્નની વીંટી બતાવી અને કહ્યું, "હું પરિણીત છું." નજીકમાં બેઠેલી લુપિતા હસે છે અને કહે છે, "હું પરિણીત નથી!" આનાથી સ્પષ્ટ થાય છે કે શરીર જોડાયેલા હોવા છતાં લાગણીઓ અને ઇચ્છાઓ અલગ અલગ છે.
દિલ્હી બાદ બેંગ્લોરની 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મચ્યો ખળભળાટ.
શું બન્ને બહેનો એકસમાન વિચારો ધરાવે છે?
કારમેન પરિણીત જીવન જીવવા માંગતી હતી, જ્યારે લુપિતા પોતાને અજાતીય માને છે અને લગ્ન કે સંબંધોમાં કોઈ રસ નથી. લુપિતાએ એમ પણ કહ્યું, "હું લગ્ન કરવા માંગતી નથી, પણ મને ખુશી છે કે કારમેનને તે મળ્યું જે તે શોધી રહી હતી." કારમેન અને લુપિતા કમરથી એક-બીજા સાથે જોડાયેલા છે, બન્નેની એક જ પેલ્વિસ અને પ્રજનન પ્રણાલી છે. જો કે, તેમના હૃદય, ફેફસાં અને પેટ અલગ છે. તેમને દરેકના બે હાથ છે પરંતુ ફક્ત એક પગ છે. બહેનો મૂળ મેક્સિકોની છે પરંતુ યુએસમાં ઉછરી છે.
ગુજરાતીઓને માથે તોળાયુ મોટું સંક્ટ; પરેશ ગોસ્વામીએ કર્યા સચેત, નોંધી લેજો આ તારીખો
બોયફ્રેન્ડ ડેનિયલ સાથેનો સંબંધ કેવી રીતે મજબૂત બન્યો?
કારમેને જણાવ્યું કે જ્યારે તે પહેલી વાર ડેનિયલને મળી ત્યારે તેને તેની અલગ અલગ શારીરિક સ્થિતિની કોઈ ચિંતા નહોતી. તેણીએ કહ્યું, "ડેનિયલએ પહેલી વાતચીતમાં મારી સ્થિતિ વિશે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં, જેના કારણે મને લાગ્યું કે તે અન્ય લોકોથી અલગ છે." આ જ વાત તેને ડેનિયલ તરફ આકર્ષિત કરતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે