Home> World
Advertisement
Prev
Next

વિશ્વમાં 5 વર્ષથી નીચેની ઉંમરના એક તૃતિયાંશ બાળકો કુપોષણનો શિકારઃ યુનિસેફ

રિપોર્ટમાં જણાવાયું છે કે, "દુનિયાભરમાં બીમારીઓ ફેલાવા પાછળનું મુખ્ય જોખમ હવે ભોજન બની ગયું છે." યુનિસેફના અનુસાર કુપોષણનો ભોગ બનેલા અનેક બાળકોમાં મગજનો ઓછો વિકાસ થવો, યાદ રાખવામાં મુશ્કેલી થવી, નબળી રોગપ્રતિકારક ક્ષમતા, ચેપ લાગવાનું જોખમ અને વારંવાર બીમાર પડી જોવાનું જોખમ વધી જાય છે.

વિશ્વમાં 5 વર્ષથી નીચેની ઉંમરના એક તૃતિયાંશ બાળકો કુપોષણનો શિકારઃ યુનિસેફ

સંયુક્ત રાષ્ટ્રઃ યુનિસેફના(UNICEF) એક નવા રિપોર્ટ અનુસાર સમગ્ર વિશ્વમાં 5 વર્ષની વયથી નીચેના દરેક ત્રણમાંથી એક બાળક કુપોષણ(Malnutrition) કે વધુ વજનનો ભોગ બનેલો છે. આ રિપોર્ટે દુનિયાભરમાં કુપોષિત આહારના(Non-nutrient Food) પરિણામો પ્રત્યે સતર્ક કરી દીધા છે. યુનિસેફ દ્વારા સોમવારે પ્રકાશિત રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, કરોડો બાળકો પોતાની જરૂરિયાત કરતાં અત્યંત ઓછું ભોજન મેળવે છે અને જેમને જરૂર હોતી નથી તેઓ વધુ પ્રમાણમાં ભોજન લે છે. 

fallbacks

રિપોર્ટમાં જણાવાયું છે કે, "દુનિયાભરમાં બીમારીઓ ફેલાવા પાછળનું મુખ્ય જોખમ હવે ભોજન બની ગયું છે." યુનિસેફના અનુસાર કુપોષણનો ભોગ બનેલા અનેક બાળકોમાં મગજનો ઓછો વિકાસ થવો, યાદ રાખવામાં મુશ્કેલી થવી, નબળી રોગપ્રતિકારક ક્ષમતા, ચેપ લાગવાનું જોખમ અને વારંવાર બીમાર પડી જોવાનું જોખમ વધી જાય છે. 

Booker Prize 2019 : માર્ગરેટ એટવૂડ અને બર્નરડાઈન એવરિસ્ટો સંયુક્ત વિજેતા

યુનિસેફના કાર્યકારી નિર્દેશક હેનરીટા ફોરે જણાવ્યું કે, "સારો વિકલ્પ ન હોવોના કારણે કરોડો બાળકો બિનઆરોગ્યપ્રદ ભોજનથી જ પોતાનું ગુજરાન ચલાવે છે." રિપોર્ટમાં કુપોષણ માટે જવાબદાર ત્રણ કારણ છે - ઓછું પોષણ, છુપાયેલી ભૂખ અને વધુ પડતું વજન. 

ટૂંક સમયમાં જ ફેસબૂક લાવી રહ્યું છે પોતાની ડિજિટલ કરન્સી Libra

યુનિસેફના આંકડા અનુસાર, વર્ષ 2018માં દુનિયાભરમાં 5 વર્ષથી વયથી ઓછી ઉંમરના 14.9 કરોડ બાળકો અવિકસિત અને લગભગ 5 કરોડ બાળકો નબળા હતા. સામાન્ય માન્યતાથી વિરુદ્ધ મોટાભાગના નબળા બાળખો કટોકટીનો સામનો કરી રહેલા દેશોની સરખામણીએ એશિયામાં વધુ હતા. 

અર્થશાસ્ત્રનો નોબેલઃ ભારતીય મુળના અભિજીત બેનરજી સહિત કુલ ત્રણને પુરસ્કાર

આ ઉપરાંત, 5 વર્ષથી નાની ઉંમરના 34 કરોડ બાળકો જરૂરી વિટામિન અને અન્ય ખનીજ પદાર્થની ઉણપથી પીડાય છે. ચાર કરોડ બાળકો મેદસ્વીતા કે વધુ પડતા વજનનો ભોગ બનેલા છે. મેદસ્વિતા કે વધુ પડતું વજન એટલે કે ઉંમરના પ્રમાણમાં વધુ પડતું વજન. મેદસ્વિતા કે વધુ પડતું વજન છેલ્લા કેટલાક વર્ષમાં બાળકોમાં એક રોગચાળાની જેમ ફેલાયું છે. 

જુઓ LIVE TV....

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More