Home> World
Advertisement
Prev
Next

ઓપરેશન સિંદૂરઃ તબાહીના તે 5 Video જેને જોઈ લોહીના આંસુએ રડી રહ્યાં છે પાકિસ્તાની, તમે પણ જુઓ

India Pakistan War: પહેલગામ આતંકી હુમલાનો બદલો આખરે ભારતીય સેનાએ લઈ લીધો છે. પહેલગામ હુમલાના 15મા દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા છે.

ઓપરેશન સિંદૂરઃ તબાહીના તે 5 Video જેને જોઈ લોહીના આંસુએ રડી રહ્યાં છે પાકિસ્તાની, તમે પણ જુઓ

Operation Sindoor In Pakistan: આતંકવાદનું સમર્થન કરનાર પાકિસ્તાન બુધવારની રાત્રે ઊંઘી શક્યું નહીં. પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધીકૃત કાશ્મીર (PoK) માં ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. ભારત તરફથી કુલ નવ આતંકી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યાં 100થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનથી હવે તે વીડિયો સામે આવી રહ્યાં છે જેને જોઈ દરેક પાકિસ્તાની લોહીના આંસુએ રડી રહ્યો છે. ભારતીય વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરના ટોપ લીડર્સને નિશાન બનાવ્યા, જે ભારતમાં આતંકવાદ ગતિવિધિના પ્લાનિંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

fallbacks

જ્યારે મોડી રાત્રે હુમલો થયો, ત્યારે પાકિસ્તાનના લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા અને પુષ્ટિ કરી કે ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણાઓ પર મોટો હુમલો કર્યો છે. આ હુમલાઓ બહાવલપુર, મુરીદકે, સિયાલકોટ, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી છે કે લક્ષ્ય ફક્ત આતંકવાદી ઠેકાણા હતા અને કોઈ પાકિસ્તાની લશ્કરી ઠેકાણા પર હુમલો થયો ન હતો. ચાલો એ વીડિયો જોઈએ જ્યાં હુમલા થયા હતા.

આંતરરાષ્ટ્રીય સરહદથી 100 કિમી દૂર સ્થિત જૈશ-એ-મોહમ્મદનું મુખ્યાલય બહાવલપુર (પાકિસ્તાન) માં છે. અહીંથી આતંકી હુમલાનું ષડયંત્ર રચવામાં આવતું હતું. અહીં ભારતના હુમલામાં 30 આતંકીઓના મોત થવાના સમાચાર છે.

મુરીડકે (પાકિસ્તાન) જમ્મુના સાંબા સેક્ટરની બરાબર સામે, સરહદથી 30 કિમી દૂર છે. લશ્કર-એ-તૈયબાનો મુખ્ય અડ્ડો, 26/11 મુંબઈ હુમલાના આતંકવાદીઓ અહીંથી જોડાયેલા હતા. અહીં પણ હુમલો થયો હતો. ગુલપુર (પીઓકે) પૂંછ-રાજૌરી સેક્ટરમાં નિયંત્રણ રેખાથી 35 કિમી દૂર છે. 20 એપ્રિલ 2023ના રોજ પૂંછમાં થયેલા આતંકવાદી હુમલા અને 24 જૂનના રોજ યાત્રાળુઓ પર થયેલા હુમલાના મૂળ અહીં જ હતા. સવાઈ કેમ્પ (પીઓકે) એ લશ્કરનો એક છાવણી છે જે તંગધાર સેક્ટરમાં 30 કિમી અંદર સ્થિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More