Home> World
Advertisement
Prev
Next

Pahalgam Attack: ભારતે ચિનાબ નદીનું પાણી રોકતા પાકિસ્તાને તાબડતોબ લીધો મોટો નિર્ણય

Pahalgam Terrorist Attack: પહેલગામમાં 22મી એપ્રિલે આતંકીઓએ કરેલા હુમલામાં 26 નિર્દોષ પર્યટકોએ જીવ ગુમાવ્યા. ત્યારબાદ ભારત સરકાર પાકિસ્તાનને આ વખતે કોઈ પણ રીતે છોડવાના મૂડમાં નથી. એક પછી એક એવા પગલાં ભરી રહી છે કે પાકિસ્તાનનો દમ ઘૂટી રહ્યો છે. 

Pahalgam Attack: ભારતે ચિનાબ નદીનું પાણી રોકતા પાકિસ્તાને તાબડતોબ લીધો મોટો નિર્ણય

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત તરફથી જે રીતે આકરા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેને જોતા પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે. જેના કારણે અફરાતફરીમાં પાકિસ્તાન પગલાં ભરી રહ્યું છે અને મધરાતે અચાનક નિર્ણયો લઈ રહ્યું છે. આ બધા વચ્ચે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ શનિવારે રાતે એક મોટો નિર્ણય લીધો અને તાબડતોબ સંસદનું ઈમરજન્સી સત્ર બોલાવ્યું છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીનું આ ઈમરજન્સી સેશન સોમવારે સાંજે 5 વાગે બોલાવવામાં આવ્યું છે. 

fallbacks

પાકિસ્તાની સંસદની બેઠક
પાકિસ્તાન સરકાર તરફથી બહાર પડેલા અધિકૃત નિવેદન મુજબ ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના બંધારણની કલમ 54(1)ની શક્તિઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ સોમવારે 5મી મે 2025ના રોજ સાંજે 5 કલાકે નેશનલ એસેમ્બલીની બેઠક  બોલાવી છે. હવે આ ઈમરજન્સી સેશન દ્વારા પાકિસ્તાન પોતાના નાગરિકોને ઊંધા રવાડે ચડાવશે અને ભારત વિરુદ્ધ ઝેર ઓકશે. 

ભારતે રોક્યું ચિનાબનું પાણી
મળતી માહિતી મુજબ ભારતે પાકિસ્તાન તરફ વહેતી ચિનાબ નદીનું પાણી બગલિહાર ડેમ પર અટકાવી દીધુ જ્યારે અન્ય એક નદી ઝેલમનું પાણી પણ કિશનગંગા ડેમમાં રોકવાની તૈયારી ચાલે છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. પૂર અને દુકાળની ત્રાસદી રમણભમણ કરી શકે છે. એક્સપર્ટ્સનો દાવો છે કે ચિનાબ નદીનું પાણી રોકવાથી પાકિસ્તાનને કૃષિ અને પર્યાવરણ એમ બંને મોરચે મોટો ફટકો પડી શકે તેમ છે. 

આવું પહેલીવાર નથી  બન્યું કે જ્યારે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને મધરાતે નિર્ણય લીધો હોય. આ અગાઉ પણ ભારતની સૈન્ય તૈયારીઓને જોતા ગભરાઈને પાકિસ્તાને પોતાની ગુપ્તચર એજન્સી ISI ના ચીફ લેફ્ટેનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને રાતોરાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો વધારોનો ભાર સોંપી દીધો. આ નિયુક્તિનો ઔપચારિક આદેશ પણ રાતે જ બહાર પાડવામાં  આવ્યો હતો. અસીમ મલિકે ISI ના પ્રમુખ તરીકે ગત વર્ષ સપ્ટેમ્બરમાં પદભાર સંભાળ્યો હતો. 

આ અગાઉ પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારે પણ મોડી રાતે બે વાગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને દાવો કર્યો હતો કે અમને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી છે જે સંકેત આપે છે કે ભારત આગામી 24થી 36 કલાકમાં સૈન્ય હુમલો કરી શકે છે. જો કે આ પ્રેસ કોન્ફરન્સ 30મી એપ્રિલે કરાઈ હતી અને પાકિસ્તાની મંત્રીનો દાવો પાયાવિહોણો નીકળ્યો હતો. પરંતુ મધરાતે કરેલી આ પ્રેસ કોન્ફરન્સે પાકિસ્તાનના ડરને ઉજાગર કરી દીધો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More