India-Pakistan Tension in UN: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જંગ સુધી પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં દરેક વ્યક્તિને એ ડર સતાવી રહ્યો છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી દેશે. આવામાં પાકિસ્તાને દુનિયાભરમાં મદદ માંગવાની શરૂ કરી દીધી છે. પાકિસ્તાનને લાગતું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં જો આ મામલો ઉઠાવશે તો સમગ્ર દુનિયાનો સાથ મળશે પરંતુ અહીં પણ પાકિસ્તાનને ખુબ મોટો ઝટકો મળ્યો છે. જાણો સમગ્ર વિગતો.
પાકિસ્તાનને પૂછ્યાં તીખા સવાલ
પાકિસ્તાનની ભલામણ પર UNSCની બંધ બારણે બોલાવાયેલી બેઠકમાં પાકિસ્તાનને ખુબ જ ફટકાર લગાવવામાં આવી. આ બેઠકમાં પાકિસ્તાનને અલગ થલગ કરી દેવાયું હતું. WION માં છપાયેલા એક રિપોર્ટ મુજબ પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોએ આ અનૌપચારિક સત્રમાં પાકિસ્તાનને આકરા સવાલો પૂછ્યા.
UN Security Council members raised tough questions for Pakistan at its informal session today. They refused to accept the “false flag” narrative and asked whether LeT was likely to be involved. There was broad condemnation of the terrorist attack and recognition of the need for… pic.twitter.com/3voUps65PR
— ANI (@ANI) May 6, 2025
ફોલ્સ ફ્લેગ નરેટિવ ફેલ
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ પરિષદના સભ્યોએ પાકિસ્તાનના ફોલ્સ ફ્લેગ નરેટિવને સંપૂર્ણ રીતે ફગાવી દેવાયું. તેની જગ્યાએ પહેલગામ હુમલામાં પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર એ તૈયબાની ભૂમિકા અંગે આકરા સવાલ ઊભા કર્યા. સરળ ભાષામાં સમજીએ તો ફોલ્સ ફ્લેગ એક એવી સૈન્ય કાર્યવાહી હોય છે જ્યાં એક દેશ જાણી જોઈને પોતાની જ સંપત્તિ, નાગરિકોને નુકસાન પહોંચાડે છે. જ્યારે દુનિયા સામે એવું બતાવે છે કે તેના દુશ્મન દેશે આ કર્યું. આ બેઠક દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ પહેલગામ આતંકી હુમલાની આકરી ટીકા કરી. કેટલાક સભ્યોએ ધર્મના આધારે પર્યટકોને નિશાન બનાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. કેટલાક દેશોએ પાકિસ્તાનના મિસાઈલ ટેસ્ટને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવતા તેના પર ચિંતા વ્યક્ત કરી. આમ આ પ્રકારે સ્થિતિનું વૈશ્વિકરણ કરવાનો પાકિસ્તાનનો પ્રયત્ન નિષ્ફળ ગયો.
રશિયાએ આ બેઠક પર શું કહ્યું?
સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ ઈવેન્જેલોસ સેકેરિસે બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે સુરક્ષા પરિષદ આવી સ્થિતિમાં તણાવ ઓછો કરવામાં હંમેશા મદદગાર રહે છે અને આ પરિષદની જવાબદારી છે. આ એક ગુપ્ત હેઠક હોવાના કારણે તેનું વિવરણ ગોપીનીય છે અને કોઈ અધિકૃત રેકોર્ડ નથી. બેઠકની જાણકારી આપનારા સહાયક મહાસચિવ મોહમ્મદ ખાલિદ ખૈરીએ બહાર નીકળતા કહ્યું કે બધા તણાવ ઓછો કરવા માંગે છે. સ્થિતિ વિશે પૂછતા કહ્યું કે, સ્થિતિ અસ્થિર છે અને તેમણે આ અંગે વિસ્તારથી ન જણાવ્યું. બેઠકમાં સામેલ રશિયાના ઉપસ્થાયી પ્રતિનિધિ અન્ના ઈવેસ્ટિગ્નેવાએ કહ્યું કે અમને તણાવ ઓછો થવાની આશા છે.
પાકિસ્તાની કરી હતી બેઠકની માંગણી
અત્રે જણાવવાનું કે સેકેરિસે પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ અસીમ ઈફ્તિખાર અહેમદની ભલામણ પર આ બેઠક બોલાવી હતી. અહેમદે ગુપ્ત બેઠકની માંગણી કરી હતી કારણ કે પરિષદના નિયમો મુજબ બિનસભ્ય દેશો તેમાં ભાગ લઈ શકતા નથી. આ ગુપ્ત બેઠકમાં ભારતને સામેલ થતા રોકવામાં આવ્યું હતું કારણ કે આ ફક્ત સુરક્ષા પરિષદના સભ્ય દેશો માટે હતી અને પાકિસ્તાન જે હાલ અસ્થાયી સભ્ય છે. બેઠક પહેલા મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે સ્થિતિ ગંભીર છે અને બંને દશોને ખતરનાક સ્થિતિથી પાછળ હટવાની અપીલ કરી. તેમણે કહ્યું કે આ મહત્વપૂર્ણ સમયમાં સૈન્ય ટકરાવથી બચવું જરૂરી છે. જે સરળતાથી નિયંત્રણ બહાર જઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે