Home> World
Advertisement
Prev
Next

Pahalgam Attack: રક્ષામંત્રી ખ્વાજા આસિફનું એક નિવેદન ભારે પડી ગયું, વૈશ્વિક મંચ પર બધા સામે ખુલ્લું પડ્યું પાકિસ્તાન

Pahalgam Attack India Pakistan: પહેલગામ આતંકી હુમલા બાદ દુનિયામાં એકવાર ફરીથી પાકિસ્તાનનો અસલ ચહેરો બધાની સામે આવી રહ્યો છે. ટીવી પર લાઈવ ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે જે નિવેદન આપ્યું હવે એ જ નિવેદન સંયુક્ત રાષ્ટ્રના મંચ પર તેમને ભારે પડ્યું, ભારતે આ નિવેદનને પુરાવા તરીકે રજૂ કરી દીધુ. 

Pahalgam Attack: રક્ષામંત્રી ખ્વાજા આસિફનું એક નિવેદન ભારે પડી ગયું, વૈશ્વિક મંચ પર બધા સામે ખુલ્લું પડ્યું પાકિસ્તાન

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે તાજેતરમાં ટીવી પર લાઈવમાં જે વાત કરી હતી, હવે ભારતે એ જ પુરાવો દેખાડીને પાડોશી દેશને ખુલ્લું પાડી દીધુ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ખ્વાજા આસિફનું કબૂલાતનામું દેખાડીને ભારતે આતંકીઓ માટે સેફ હેવન બની ગયેલા પાકિસ્તાનને ખુબ ફટકાર લગાવી. ખ્વાજાએ આતંકીઓને સમર્થન અને ટ્રેનિંગ આપવાની વાત કબૂલી હતી. UN માં બોલતા ભારતના ઉપ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે પાકિસ્તાનના પ્રોપગેન્ડાની પોલ ખોલી નાખી. તેમણે પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો અને સરહદપાર આતંકવાદનો ભોગ બનેલા ભારતને દુનિયાભરમાંથી મળેલા સપોર્ટ માટે આભાર વ્યક્ત કર્યો. 

fallbacks

સંયુક્ત રાષ્ટ્રમાં બોલતા યોજનાએ આંતરરાષ્ટ્રીય મંચનો દૂરઉપયોગ કરવા અને ભારત પર પાયાવિહોણા આરોપ લગાવવાની પ્રવૃત્તિવાળા પાકિસ્તાનને બરાબર ધોયું. તેમણે આતંકીઓને સપોર્ટ કરવાના પાકિસ્તાનના ઈતિહાસને બધા સામે રજૂ કરતા ખ્વાજા આસિફના ટીવી પર અપાયેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો. 

તેમણે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે એક ડેલિગેશન ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર અને નિરાધાર આરોપ લગાવવામાં વ્યસ્ત છે. જ્યારે આખી દુનિયા પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફને હાલમાં જ એક ટેલિવિઝન ઈન્ટરવ્યુમાં આતંકી સંગઠનોને સમર્થન, તાલીમ અને ફંડિંગ કરવાના પાકિસ્તાનના ઈતિહાસને સ્વીકાર કરતા સાંભળ્યા છે. 

દુનિયા આંખો બંધ રાખી શકે નહીં
પટેલે કહ્યું કે આ જાહેર કબૂલાત કોઈને પણ આશ્ચર્યચકિત કરી રહ્યું છે. વાસ્તવમાં તે પાકિસ્તાનને એક ધૂર્ત દેશ  તરીકે ઉજાગર કરે છે જે દુનિયાભરમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને ક્ષેત્રને અસ્થિર કરે છે. તેમણે વધુમાં કહ્યું કે દુનિયા હવે આંખ મીંચીને બેસી શકે નહીં. સરહદપાર આતંકવાદનો ભોગ બનેલા ભારતની સ્થિતિનો ઉલ્લેખ કરતા યોજના પટેલે કહ્યું કે હાલમાં પહેલગામ હુમલામાં 2008ના મુંબઈ હુમલા બાદ સૌથી વધુ નાગરિકોના જીવ ગયા છે. તેમણે આ હુમલા બાદ વૈશ્વિક સમુદાયની એકજૂથતા અન સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો. જેમાં 26 લોકોના મોત થયા હતા. 

ખ્વાજા આસિફનું કબૂલાતનામું
નોંધનીય છે કે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે હાલમાં જ સ્કાય ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કબૂલ કર્યું હતું કે પાકિસ્તાન આતંકી સંગઠનોને શરણ આપે છે અને ફંડિંગ કરે છે. તેમણે એવું પણ કહ્યું હતું કે પાકિસ્તાન દાયકાઓથી આ ગંદુ કામ કરે છે. પાકિસ્તાનના રક્ષામંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકી સમૂહ અનેક સંગઠનો નથી પરંતુ એક જ સંગઠન છે જે  અનેક ચહેરાઓ સાથે ધાર્મિક રીતે સંગઠિત છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકી સમૂહોને અમેરિકા દ્વારા પ્રોક્સી તરીકે ઉપયોગમાં લેવતાા હતા અને પહેલા એ જ આતંકી સમૂહો સાથે વોશિંગ્ટનમાં વીઆઈપીની જેમ વ્યવહાર કરાતો હતો. પાકિસ્તાનના રક્ષામંત્રીએ કહયું હતું કે જ્યારે અમે 80ના દાયકામાં સોવિયેત સંઘ વિરુદ્ધ તેમના તરફથી લડતા હતા ત્યારે આજના આ બધા આતંકીઓ વોશિંગ્ટનમાં દારૂ પીતા હતા અને ભોજન કરતા હતા. પછી 9/11 થયું....મને લાગે છે કે ત્યારે અમારી સરકારે ભૂલ કરી હતી. 

ભારતે જો કે હવે પહેલગામ હુમલા બાદ સ્પષ્ટ કરી દીધુ  છે કે આતંકીઓને કડકમાં કડક સજા મળશે. એવી સજા જેની તેમણે  કલ્પના પણ નહીં કરી હોય. પાકિસ્તાન ત્યારબાદ ખૌફમાં છે. આસિફે કહ્યું કે પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી તો પરમાણુ સંપન્ન દેશ તરફથી જવાબ આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More