પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ એક ભારતના આકરા તેવર જોતા પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે. પાકિસ્તાની સેના અને સરકાર એ વિચારમાં છે કે આખરે શં કરશે ભારત. પાકિસ્તાની સેનાના અનેક ઓફિસરો રાજીનામાં આપી ચૂક્યા છે અને અનેક પોતાના પરિવારને સુરક્ષિત જગ્યએ વિદેશ મોકલી ચૂક્યા છે. કાશ્મીર રામ આલાપતા પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરે પણ ચૂપ્પી સાધી છે. આર્થિક તંગી ઝેલી રહેલું પાકિસ્તાન હવે પોતાના મિત્ર દેશો આગળ ઝોળી ફેલાવીને હથિયાર અને અન્ય સામગ્રી માંગી રહ્યું છે.
તુર્કી પાસેથી મદદ
ભારતની જંગની તૈયારીઓ વચ્ચે પાકિસ્તાનમાં ભારે હડકંપ મચેલો છે. તેણે તુર્કી સહિત મિત્ર દેશો પાસે મદદ માંગી છે. ભારે સૈન્ય સામગ્રી લઈ જવામાં સક્ષમ સી-130 હરક્યુલિસ વિમાન દ્વારા સાધન સમગ્રી રવિવારે તુર્કીથી પાકિસ્તાનના કરાચી પહોંચ્યું. પાકિસ્તાની પીએમએ ઈરાન અને ચીનના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી છે. સૂત્રના જણાવ્યાં મુજબ આ બંને દેશો વચ્ચે વ્યાપક રક્ષા સહયોગનો હિસ્સો છે. કરાચી ડિલીવરી ઉપરાંત છ C-130 તુર્કી વિમાન કથિત રીતે ઈસ્લામાબાદમાં એક સૈન્ય એરબેસ પર ઉતર્યું છે જેનાથી પાકિસ્તાનને તુર્કીના સમર્થનથી મજબૂતી મળી રહી છે. કારણ કે પાકિસ્તાન પોતાની સરહદો પર વધતા પડકારોનો સામનો કરવામાં એકલું અસમર્થ સાબિત થઈ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે તુર્કી અને પાકિસ્તાન બંને સ્ત્રોતોએ સૈ્ય કાર્ગોના હસ્તાંતરણની પુષ્ટિ કરી છે જો કે શિપમેન્ટના વિશિષ્ટ વિવરણનો ખુલાસો કર્યો નથી.
હાલ કાશ્મીર માહોલના પગલે ભારત અને પાકિસ્તાન સંઘર્ષના સમયે તુર્કી ખુલીને પાકિસ્તાનના પડખે આવી ગયું છે. તુર્કીની સૈન્ય મદદ ચીનથી મળનારી આ પ્રકારની મદદનું પૂરક છે. જેણે કથિત રીતે પાકિસ્તાનની રક્ષાત્મક ક્ષમતાઓને વધારવા માટે ડ્રોન આપ્યા છે.
રિપોર્ટ મુજબ ચીને પાકિસ્તાનને 100થી વધુ PL-5 મિસાઈલો આપી છે. આ મિસાઈલો 200 કિલોમીટર સુધી જમીનથી હવામાં માર કરે છે. રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનમાં થલ સેના અને નેવી પાસે એટલા હથિયારો નથી કે તે ભારત સામે વધુ દિવસ સુધી ટકી શકે. તેની નેવીના જહાજો પણ કાટ ખાઈ ચૂક્યા છે અને સમારકામ કરવાની સ્થિતિમાં પણ નથી. પાકિસ્તાન અમેરિકા પાસેથી મળેલા એફ-16 ફાઈટર વિમાનોનો પણ ઉપયોગ કરી શકશે નહીં. અમેરિકાએ પક્ત આતંકવાદ વિરોધી અભિયાનો માટે તેના ઉપયોગની મંજૂરી આપેલી છે.
ચીનની ચાલાકી, પાકિસ્તાનનું સમર્થન
ચીને પહેલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગણીનું સમર્થન કર્યું છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ કોઈના પણ હિતમાં નથી. બંને પક્ષો પાસેથી સંયમ વર્તવાની આશા જતાવવામાં આવી રહી છે. આ અગાઉ પાકિસ્તાનના પીએમ શહબાજ શરીફે એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેમણે ચીન અને રશિયાની મદદથી આ હુમલાની નિષ્પક્ષ તપાસની વાત કરી હતી. પાકિસ્તાન અને ચીનના વિદેશ મંત્રીઓની ફોન પર વાત થઈ છે.
નિયંત્રણ રેખા પર ફાયરિંગ
નિયંત્રણ રેખા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત ત્રીજા દિવસે ફાયરિંગ ચાલુ છે. રાજૌરી અને પૂંછ સેક્ટરમાં બંને દેશોની સેનાઓ વચ્ચે સતત ફાયરિંગના સમાચાર છે. પાકિસ્તાન સતત સંઘર્ષવિરામનો ભંગ કરી રહ્યું છે. ભારતીય સૈનિકોએ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે.
વિધાનસભા સત્ર
જમ્મુ કાશ્મીર એલજી મનોજ સિન્હાએ સોમવારે વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવ્યું છે. જેમાં પહેલગામ હુમલા પર ચર્ચા થશે. નેશનલ કોન્ફરન્સ નેતા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તમામ પક્ષોને આ ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી છે. જેમાં ભાજપ, પીડીપીના વલણ પર બધાની નજર રહેશે.
પાકિસ્તાની નાગરિકોને અલ્ટીમેટમ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનના નાગરિકોને ભારત છોડવા માટે 29 એપ્રિલનો સમય આપ્યો છે જે સમયમર્યાદા હવે પૂરી થઈ રહી છે. અત્યાર સુધીમાં 550 પાકિસ્તાનીઓ અટારી બોર્ડરના રસ્તે પાછા ફરી ચૂક્યા છે. જ્યારે 750 જેટલા ભારતીય વાઘા બોર્ડરથી ભારત પાછા ફરી ચૂક્યા છે. ભારતે 24 એપ્રિલના રોજ તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા હતા. પહેલગામમાં 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા બાદ આ પગલું ભરાયું હતું.
28ની ધરપકડ
પહેલગામ હુમલા બાદ ભડકાઉ નિવેદનબાજી કે સોશિયલ મીડિયા પોસ્ટ અંગે અત્યાર સુધીમાં 28 લોકો પર કાર્યવાહી થઈ છે. એકલા આસામમાં જ 19 લોકોની ધરપકડ થઈ છે. એઆઈયુડીએફ વિધાયક અમીનુલ ઈસ્લામ પણ તેમાં સામેલ છે. યુપીમાં ખોટી ટિપ્પણીઓ મુદ્દે ભોજપુરી ગાયિકા નેહાસિંહ રાઠોડ વિરુદ્ધ હજરતગંજ પોલીસ મથકમાં કેસ નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે