India Pakistan Turkey News: પાકિસ્તાન પોતાના પોર્ટ સિટી કરાચી અને લાહોરને લઈને ખુબ જ ચિંતાતૂર છે. પીએમ મોદી બાદ હવે રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ પાડોશી આતંકીસ્તાનને ચેતવ્યું છે કે પહેલગામના ગુનેહગારોને ભયાનક સજા આપવામાં આવશે. આવામાં પાકિસ્તાને પોતાના કરાચીને બચાવવા માટે એક મુસ્લિમ દેશને મદદ માટે બોલાવ્યો છે.
પાકિસ્તાન તરફથી લડશે તુર્કી?
જે તુર્કી માટે ભારતે વિનાશકારી ભૂકંપ બાદ ભારે ભરખમ મદદ મોકલી હતી તે જ અહેસાન ફરામોશે હવે પોતાનું એક જંગી જહાજ કરાચી પોર્ટ પર લાવીને ઊભું રાખી દીધુ છે. આમ તો મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે આ એક ગુડવીલ વિઝિટ છે પરંતુ બધા જાણે છે કે જે પ્રકારે પહેલગામ આતંકી હુમલા બાદ સ્થિતિ બની રહી છે તેમાં ચીન બાદ આ મુસ્લિમ દેશ જ છે જે પાકિસ્તાનનું સુરક્ષા કવચ બનીને આગળ આવ્યું છે.
તુર્કીના આ પગલાં પર સમગ્ર દુનિયાની નજર છે. જે રીતે પહેલગામમાં હુમલો થયો હતો, તેણે મિલેટ્રી પ્લેનથી પાકિસ્તાનને સૈન્ય સામગ્રી પણ મોકલી હતી. જો કે તુર્કીએ તો તેનો પણ નનૈયો ભણ્યો હતો. હવે તેણે કરાચી પોર્ટ પર પોતાની નેવીનું એક જહાજ ખડું કરી દીધુ છે. એન્ટી સબમરીન ટેક્નોલોજીથી લેસઆ તુર્કિશ શીપનું નામ TCG BÜYÜKADA છે. આ જહાજના કરાચી પહોંચતા જ પાકિસ્તાનની સેના જોશમાં આવી ગઈ છે. પાકિસ્તાની નેવી તરફથી જણાવવામાં આવ્યું છે કે તુર્કિએનું જહાજ બંને નેવલ ફોર્સિસ વચ્ચે સમુદ્રી સહયોગને પ્રોત્સાહન આપશે. આમ પણ તુર્કી કાશ્મીરના મામલે પાકિસ્તાનની ભાષા જ બોલતું આવ્યું છે.
The Turkish Navy's Ship TCG Büyükada (F-512) Ada-class corvette docked in Karachi "for a goodwill visit," says Pakistan Navy.
TCG Büyükada, designed for anti-submarine warfare, will participate in joint naval exercises with the Pakistani Navy. pic.twitter.com/uYrVYMuNas
— Paul Antonopoulos 🇬🇷🇨🇾 (@oulosP) May 4, 2025
કરાચીમાં તુર્કી નેવીના અધિકારીઓ પાકિસ્તાની સૈનિકો સાથે વ્યવસાયિક સંવાદ કરશે. રિપોર્ટ્સ છે કે બંનેના નૌસૈનિકો સૈન્ય અભિયાસ કરશે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે 22 એપ્રિલની આતંકી ઘટના બાદ અરબ સાગરમાં બંને તરફથી નેવી અભ્યાસ કરાયો હતો. હવે તુર્કી જે પ્રકારે ખુલીને પાકિસ્તાન સાથે આવ્યું છે તેને જોતા આવનારા સમયમાં ભારત અને તુર્કી વચ્ચેના સંબંધ બગડી શકે છે. તુર્કી વિરુદ્ધ પણ કડક નિર્ણયો લેવાની માંગણી થઈ રહી છે.
એક રિપોર્ટ મુજબ તુર્કી પાકિસ્તાનનો બીજો સૌથી મોટો સૈન્ય હથિયારોનો સપ્લાયર દેશ છે. તે ડ્રોન, જહાજ, એન્ટી ટેન્ક હથિયાર આપવાની સાથે સાથે પાકિસ્તાનના એફ-16 કાફલાને પણ અપડેટ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે