Home> World
Advertisement
Prev
Next

હા! અમે આતંકવાદીઓને ઉછેર્યા... આ કોઈ સીક્રેટ નથી, પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભુટ્ટોએ સ્વીકાર્યુ

Bilawal Bhutto: બિલાવલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ કોઈ રહસ્ય નથી કે પાકિસ્તાનનો ભૂતકાળ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો રહ્યો છે. તેમનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે દેશના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ આ જ વાત સ્વીકારી છે.

હા! અમે આતંકવાદીઓને ઉછેર્યા... આ કોઈ સીક્રેટ નથી, પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભુટ્ટોએ સ્વીકાર્યુ

Pakistan Terror Links: દુનિયા સામે પાકિસ્તાન ભલે પોતાને પાક બતાવવાનો પ્રયાસ કરે, પરંતુ પહેલગામ હુમલા પછી તેનું સત્ય ખુલ્લેઆમ બહાર આવી ગયું છે. પાકિસ્તાનના રાજકારણના બે મોટા ચહેરાઓએ આ વાત સ્વીકારી છે. બિલાવલ ભુટ્ટો અને રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પોતે આતંકવાદ અંગે દેશના કાળા સત્યનો પર્દાફાશ કર્યો છે. બિલાવલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ કોઈ રહસ્ય નથી કે પાકિસ્તાનનો ભૂતકાળ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો રહ્યો છે. તેમનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સ્વીકાર્યું કે પાકિસ્તાન દાયકાઓથી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે ગંદુ કામ કરી રહ્યું છે.

fallbacks

પાકિસ્તાનનો એક ભૂતકાળ છે..
બિલાવલ ભુટ્ટોએ ગુરુવારે એક મીડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મને નથી લાગતું કે આ કોઈ રહસ્ય છે કે પાકિસ્તાનનો એક ભૂતકાળ છે. આપણે આના પરિણામો ભોગવવા પડ્યા છે. આપણે ઉગ્રવાદની ઘણી લહેર જોઈ છે અને તેનો સામનો કરવા માટે આંતરિક સુધારા પણ કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનની આ પ્રવૃત્તિઓ હવે ઇતિહાસનો ભાગ છે અને આજના પાકિસ્તાનનો તેની સાથે કોઈ લેવા-દેવા નથી.

ધરતી ફાડીને નિકળશે નવો મહાસાગર,બે ટુકડામાં તૂટી જશે આ દેશ.. વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો

પાકિસ્તાને ભૂલ કરી અને
આ પહેલા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાને લગભગ ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમ માટે આતંકવાદ સંબંધિત ગંદા કામ કર્યા છે. તેમણે સ્વીકાર્યું કે, સોવિયત યુદ્ધ અને 9/11 પછીના યુદ્ધોમાં સામેલ થઈને પાકિસ્તાને ભૂલ કરી હતી અને આજે જે કંઈ પણ કહેવામાં આવી રહ્યું છે તે તેની કિંમત છે. આસિફ અને ભુટ્ટોના આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન હવે સત્ય સ્વીકારી રહ્યું છે.

પાકિસ્તાનને એક નવો ઝટકો આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, ત્રણ બાજુથી PAKની ઘેરાબંધી

આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલો પાકિસ્તાનના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં ઘણી ખળભળાટ મચી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More