Home> World
Advertisement
Prev
Next

જે કોઈ ન કરી શક્યું તે કોરોનાના ડરથી થયું, પાકિસ્તાને તરત સ્વીકારી લીધી PM મોદીની આ વાત 

પાકિસ્તાન (Pakistan) આમ તો ભારતની કોઈ વાત ક્યારેય માનતું નથી પરંતુ કોરોનાની દહેશત કહો કે કહેર પરંતુ આ મહામારીએ તેને ભારતની વાત માનવા પર મજબુર કરી દીધુ છે. પાકિસ્તાને પણ કહ્યું કે તે સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સવાળી બેઠકમાં સામેલ થશે.

જે કોઈ ન કરી શક્યું તે કોરોનાના ડરથી થયું, પાકિસ્તાને તરત સ્વીકારી લીધી PM મોદીની આ વાત 

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) આમ તો ભારતની કોઈ વાત ક્યારેય માનતું નથી પરંતુ કોરોનાની દહેશત કહો કે કહેર પરંતુ આ મહામારીએ તેને ભારતની વાત માનવા પર મજબુર કરી દીધુ છે. પાકિસ્તાને પણ કહ્યું કે તે સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સવાળી બેઠકમાં સામેલ થશે. હકીકતમાં આ પગલું નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યું છે અને તેમણે SAARC દેશોના પ્રતિનિધિઓને બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. જેથી કરીને કોરોના વાઈરસને માત આપવા માટે કોઈ રસ્તો કાઢી શકાય. 

fallbacks

કોરોનાની દહેશત: ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં બની લોકપ્રિય, ટ્રમ્પ સહિત દિગ્ગજ નેતાઓએ કર્યુ 'નમસ્તે'

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા આઈશા ફારુકીએ ટ્વીટ કરીને કહ્યું કે વૈશ્વિક અને સ્થાનિક સ્તરે કોરોના વાઈરસ સામે લડવા માટે જે પણ જરૂરિયાત ઊભી થશે પાકિસ્તાન મળીને કરશે. ફારૂકીએ કહ્યું કે અમે અમારા સ્વાસ્થ્ય મંત્રી સાથે વાત કરી છે. તેઓ આ વીડિયો કોન્ફરન્સમાં સામેલ થશે અને કોરોનાને પહોંચી વળવા માટેના ઉપાયો પર ચર્ચા કરશે. 

અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ ટ્વીટ કરીને SAARC દેશોને આ મામલે એક જૂથ થવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને કહ્યું છે કે આ મહામારીને પહોંચી વળવા માટે કોઈ ઉપાય શોધવામાં આવે. તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરવાનું પણ સૂચન મૂક્યું છે. SAARC દેશોમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, ભૂટાન, નેપાળ, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકા સામેલ છે. 

મોંઘા સેનિટાઈઝર પાછળ ન દોડો...કોરોના વાઈરસ સામે લડવામાં આ વસ્તુ છે એકદમ કારગર

પીએમ મોદીના આ પ્રસ્તાવનું અનેક દેશોએ સ્વાગત પણ કર્યું છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનના નેતાઓએ વડાપ્રધાનની આ વાતની પ્રશંસા  કરી અને કહ્યું કે સાથે મળીને રણનીતિ બનાવવાની જરૂર છે. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે "આપણો ગ્રહ કોવિડ-19 કોરોના વાઈરસ સામે ઝઝૂમી રહ્યો છે. વિભિન્ન સ્તરો પર, સરકારો અને લોકો તેનો મુકાબલો કરવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયાએ એ સુનિશ્ચિત કરવામાં કોઈ કસર બાકી ન રાખવી જોઈએ કે લોકો સ્વસ્થ રહે. વડાપ્રધાને કહ્યું કે આપણે દુનિયા સામે એક ઉદાહરણ રજુ કરી શકીએ છીએ અને ગ્રહને સ્વસ્થ રાખવામાં યોગદાન કરી શકીએ છીએ."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More