Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાની સેના LoC પર આતંકીઓ સાથે સંદેશાવ્યવહાર માટે સ્થાપી રહી છે FM રેડિયો સ્ટેશન

પાકિસ્તાનની સેનાએ નવા રેડિયો સ્ટેશનની સ્થાપના ઉપરાંત પીઓકેમાં કાર્યરત તેના FM ટ્રાન્સમિસન સ્ટેશન પણ LoCની નજીક ખસેડવાનું શરૂ કર્યું છે. આ સાથે જ તેના સિગ્નલનો ઉપયોગ હવે આતંકવાદીઓને સંદેશા પહોંચાડવા માટે થઈ રહ્યો છે
 

પાકિસ્તાની સેના LoC પર આતંકીઓ સાથે સંદેશાવ્યવહાર માટે સ્થાપી રહી છે FM રેડિયો સ્ટેશન

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સેનાએ પીઓકેમાં નવા FM ટ્રાન્સમિશન સ્ટેશન સ્થાપવાનું શરુ કર્યું છે અને તેના સિગ્નલનો ઉપયોગ નિયંત્રણ રેખા (LoC) પર રહેલા આતંકવાદીઓને સંદેશો પહોંચાડવા માટે થઈ રહ્યો છે. આમ કરીને સરહદની નજીક રહેલા ગામના લોકોને પણ તે ગેરમાર્ગે દોરી રહ્યું છે. 

fallbacks

સિગ્નલ કોર્પ્સ એક લશ્કરની એક શાખા હોય છે, જે સેનાના સંદેશાઓની આપ-લેનું કામ કરતી હોય છે. સેના દ્વારા કરવામાં આવતા સંદેશાવ્યવહારમાં રેડિયો, ટેલિફોન અને સંદેશાવ્યવહારના ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. 

VIDEO : ઈમરાન ખાનના મંત્રીનું ભડકાઉ નિવેદન- 'ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાક વચ્ચે લડાશે યુદ્ધ'

પાકિસ્તાનની સેના આ સાથે જ પીઓકેમાં રહેલા પોતાના વર્તમાનમાં કાર્યરત FM ટ્રાન્સમિશન સ્ટેશનનને એલઓસી નજીક ખસેડવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને આ રીતે ભારતમાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવા માટે વધુ એક નવો પેંતરો રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરી દેવાયા પછી પાકિસ્તાન ધુઆંપુઆં થયેલું છે અને જાત-જાતના હવાતિયાં મારી રહ્યું છે. જોકે, તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મુદ્દે એકપણ દેશનો સાથ મળ્યો નથી. બધા જ દેશોએ એમ કહીને હાથ ખંખેરી લીધા છે કે, જમ્મુ-કાશ્મીર એ ભારતની સંપૂર્ણપણે આંતરિક બાબત છે. 

શું ભારત સાથે યુદ્ધ ઈચ્છે છે પાકિસ્તાન? LoC પર જે ગતિવિધિઓ થઈ રહી છે તે વિશે જાણો

ઝી ન્યૂઝને સુરક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલા અત્યંત ઉચ્ચ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પાકિસ્તાને નિયંત્રણ રેખા પર લશ્કરની ટૂકડીઓ ખસેડવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ 6 વધારાની બ્રિગેડને સરહદ પર તૈનાત કરવામાં આવી છે. 

જુઓ LIVE TV....

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More