નવી દિલ્હી : ભારતીય એરફોર્સે LOC ક્રોસ કરીને જૈશ-એ-મોહંમદના અનેક ટ્રેનિંગ કેમ્પને તબાહ કરી દીધા છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે પણ ટ્વિટ કરીને ભારતીય એરફોર્સના LOC ક્રોસ કરવાની વાત કબૂલી છે. જોકે, પાકિસ્તાને આ તબાહી પર ચુપ્પી બનાવી છે. ભારતીય સેના તરફથી હાલ આ મામલે કોઈ અધિકારીક નિવેદન આવ્યું નથી. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ સેક્ટરથી LOC ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાની સેના તરફથી સમય મર્યાદામાં જ જવાબી કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં કોઈ પ્રકારનું નુકસાન થયું નથી.
ભારતીય સેના સાથે જોડાયેલ સૂત્રોનું કહેવું છે કે, ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 ફાયટર પ્લેન LOC ક્રોસ કરીને પાકિસ્તાની સરહદમાં દાખલ થયા અને તાબડતોબ 1000થી વધુ બોમ્બ ઝીંક્યા હતા. આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહંમદના અનેક ટ્રેનિંગ કેમ્પ તબાહ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, પુલવામા હુમલા બાદ પાકિસ્તાને આતંકીઓના કેમ્પને ભારતીય સીમાથી પાછળ કરી લીધા હતા. જેને પગલે ભારતીય વાયુસેનાએ ફાઈટર પ્લેનની મદદથી તેમને તબાહ કરી લીધા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાએ માત્ર આતંકી કેમ્પ પર જ કાર્યવાહી કરી છે. તેમાં પાકિસ્તાની સેના કે ત્યાંના સ્થાનિક નાગરિકોને કોઈ પ્રકારનું નુકશાન પહોંચાડ્યું નથી.
પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. તેના બાદ જ ભારતીય સેનાએ કાર્યવાહી કરીને પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડને ઠાર માર્યો હતો. આ ઓપરેશનમાં ભારતના પાંચ જવાન પણ શહીદ થયા હતા. તેના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે, સેનાની પાસે કાર્યવાહી કરવાની પૂરતી છૂટ છે.
વાયુસેનાએ બતાવેલી એર સર્જિકલ સ્ટ્રાઈક-2ની બહાદુરીના સમાચાર વાંચો એક ક્લિક પર...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે