કરાચીઃ પાકિસ્તાની વાયુસેનાએ(Pakistan Air Force) કરાચી સ્થિત પોતાના સંગ્રહાલય ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ (Operation Swift Retort)માં એક પુતળું(Statue) લગાવ્યું છે, જે ભારતીય વાયુસેનાના પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન (Abhinandan Verthman) જેવું જ દેખાય છે. વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. જોકે, તેમનું વિમાન પણ પાકિસ્તાનમાં તુટી પડ્યું હતું અને તેઓ લગભગ ત્રણ દિવસ સુધી પાકિસ્તાનની કસ્ટડીમાં રહ્યા હતા.
કરાચીમાં(Karachi) વાયુ સેનાના સંગ્રહાલયની(Air Force Museum) જે લોબીમાં અભિનંદન વર્ધમાનનું પુતળું લગાવ્યું છે, તેનું નામ 'ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ' છે. મીડિયામાં આવેલા સમાચાર અનુસાર, એર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાને આ અઠવાડિયે પાકિસ્તાની વાયુસેનાના નવા વિભાગનું ઉ્દઘાટન કર્યું છે.
કુલભૂષણ જાધવઃ પાકિસ્તાન કરી શકે આર્મી એક્ટમાં ફેરફાર, જાધવને મળશે આ અધિકાર
એક્સપ્રેસ ટ્રિબ્યુનના સમચાર અનુસાર, સંગ્રહાલયના આ ભાગમાં એક પુતળું લગાવાયું છે જે વિંગ કમાન્ડર જેવું દેખાય છે. આદમ કદના આકારના આ પુતળાની વર્ધમાન જેવી જ મુછો છે. એ પુતળાની પાસે ચાનો કપ, વર્ધમાનના વિમાન મિગ-21ની પ્રતિકૃતિ અને એક પુંછડી પણ લગાવી છે.
ઉલ્લેખનીય છે કે, 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં આતંકવાદીઓના ઠેકાણા પર કરવામાં આવેલા હવાઈ હુમલા પછી પાકિસ્તાને વળતા જવાબમાં તેની વાયુસેનાના વિમાન ભારત તરફ મોકલ્યા હતા. ભારતના હવાઈ હુમલાના એક દિવસ પછી 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની યુદ્ધ વિમાનોને ભગાડી મુકવા દરમિયાન હવામાં થયેલી લડાઈમાં અભિનંદનનું મિગ-21 બાઈસન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
અભિનંદન વિમાનમાંથી કૂદીને પેરાશુટ દ્વારા પાકિસ્તાનની સરહદમાં પડ્યા હતા. આથી પાકિસ્તાની સેનાએ અભિનંદનને પકડી લીધા હતા. આ અગાઉ અભિનંદને પાકિસ્તાનના એક એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. અભિનંદન લગભગ ત્રણ દિવસ સુધી પાકિસ્તાનની કેદમાં રહ્યા પછી ભારતને સુપરત કરાયા હતા.
જુઓ LIVE TV...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે