Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાનના કરાચીમાં પ્રાચિન હિન્દુ મંદિરમાં તોડફોડ, ભગવાન ગણેશની પ્રતિમાને તોડી

પાકિસ્તાનના કરાચી શહેરમાં કટ્ટરપંથીઓની ભીડે હિન્દુ મંદિરમાં તોડફોડ કરી. આ ઘટના દરમિયાન હિન્દુ મૂર્તિઓને તોડવામાં આવી. કટ્ટરપંથીઓએ એક હિન્દુ બાળક પર નિંદાનો આરોપ લગાવ્યો હતો. 

પાકિસ્તાનના કરાચીમાં પ્રાચિન હિન્દુ મંદિરમાં તોડફોડ, ભગવાન ગણેશની પ્રતિમાને તોડી

કરાચીઃ પાકિસ્તાનની આર્થિક રાજધાની કચારીમાં કટ્ટરપંથીઓની ભીડે એક બાળક પર પયગંબરની નિંદાનો આરોપ લગાવ્યો અને એક પ્રાચીન મંદિરમાં ખુબ તોડફોડ કરી હતી. લ્યારી વિસ્તારમાં થયેલી આ ઘટનામાં કટ્ટરપંથીઓની ભીડે પહેલા હિન્દુઓ પર નિંદાનો આરોપ લગાવ્યો અને પછી કેટલાક લોકોએ પ્રાચીન મંદિરમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન મંદિરમાં રાખવામાં આવેલી ભગવાન ગણેશ અને શિવજીની મૂર્તિઓને તોડી નાખી હતી. 

fallbacks

કટ્ટરપંથીઓએ કોઈ પૂરાવા વગર હિન્દુ બાળક પર નિંદાનો આરોપ લગાવ્યો હતો. સ્થાનીક હિન્દુ સમુદાયે આરોપ લગાવ્યો કે તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ મંદિર કરાચીના ભીમપુરા વિસ્તારની લી માર્કેટમાં આવેલું છે. એટલું જ નહીં મંદિરની અંદર લાગેલી ભગવાનની તસવીરોને પણ ફાડી દેવામાં આવી હતી. છેલ્લા 20 દિવસમાં હિન્દુ મંદિરમાં તોડફોડની આ ત્રીજી ઘટના છે. 

ધર્માંધ લોકોએ દુર્ગા માતાની મૂર્તિને ખંડિત કરી
મહત્વનું છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને તેમના મંદિરો પર સતત હુમલા થઈ રહ્યાં છે. કરાચીની ઘટના પહેલા સિંધ પ્રાંતના થારપારકર જિલ્લામાં સ્થિત નાગારપારકરમાં ધર્માંધ લોકોએ દુર્ગા માતાની મૂર્તિને ખંડિત કરી દીધી હતી. આ હુમલાખોરોએ મંદિરમાં મોટું નુકસાન પહોંચાડ્યું હતું. મંદિરના પૂજારીએ જણાવ્યું કે, અડધી રાત્રે અજાણ્યા લોકો મંદિર પરિસરમાં ઘુસ્યા હતા. ત્યારબાદ તેમણે દરવાજાને બંધ કરી મૂર્તિને તોડી દીધી હતી. તેમણે જતા-જતા મંદિરને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અત્યાર સુધી હુમલો કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી નથી. 

હિન્દુઓએ કરી કાર્યવાહીની માગ
મંદિરની પાસે રહેતા હિન્દુ સમુદાયે આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કરતા જલદી દોષિતો વિરુદ્ધ કાર્યવાગીની માગ કરી છે. હિન્દુ સમુદાયે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓ અસ્વીકાર્ય છે અને સરકારે દોષિતોને પકડવા જોઈએ. બીજા અન્ય મામલાની જેમ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યું કે, જે પણ દોષિત હશે તેને છોડવામાં આવશે નહીં. 

ફ્રાન્સ બરાબર લડી લેવાના મૂડમાં, 183 પાકિસ્તાનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી

20 દિવસ પહેલા અન્ય એક મંદિરમાં કરવામાં આવી હતી તોડફોડ
રિપોર્ટ અનુસાર, 20 દિવસ પહેલા પણ સિંધ પ્રાંતના બાદિન જિલ્લામાં એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા એક્સપ્રેસ ટ્રિબ્યૂન અનુસાર, આ મામલામાં ફરિયાદી અશોક કુમારે આરોપ લગાવ્યો હતો કે મંદિરમાં તોડફોડ મુહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે ચટ્ટો શીદીએ કરી હતી. ત્યારબાદ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી હતી.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More