Home> World
Advertisement
Prev
Next

ઇમરાનના પૂર્વ MLAની પત્ની અને પુત્રીએ કહ્યું- મુસ્લિમ બનવા કરાય છે દબાણ, નથી જવું પાકિસ્તાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમાર દ્વારા તેનો ખુલાસો કરવામાં આવ્યા બાદ હવે તેમની પત્ની અને પુત્રીએ પણ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારો અંગે ખુલાસો કર્યો છે

ઇમરાનના પૂર્વ MLAની પત્ની અને પુત્રીએ કહ્યું- મુસ્લિમ બનવા કરાય છે દબાણ, નથી જવું પાકિસ્તાન

નવી દિલ્હી: કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવનાર પાકિસ્તાનમાં જ લઘુમતીઓના અધિકારોને કચડી નાખવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમાર દ્વારા તેનો ખુલાસો કરવામાં આવ્યા બાદ હવે તેમની પત્ની અને પુત્રીએ પણ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારો અંગે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ત્યાં ધર્માતરણને લઇને લઘુમતીઓ પર ખુબજ દબાણ કરવામાં આવી રહ્યું છે. એટલા માટે અમે પાકિસ્તાન જવા માગતા નથી.

fallbacks

આ પણ વાંચો:- VIDEO: ઉત્સવ દરમિયાન હાથીને આવ્યો અચાનક ગુસ્સો અને પછી મચાવ્યું તાંડવ

બલદેવની પત્ની ભાવનાએ કહ્યું કે હું પાકિસ્તાન પરત જવા માગતી નથી. અમે અહી રહેવા માગીએ છે. ત્યારે, બલદેવની પુત્રી રિયાએ પણ કહ્યું કે અમને મુસલમાન બનાવ માટે દબાણ કરવામાં આવે છે. અમે અહી રહેવા માગીએ છે. અમને અહીં સારૂ લાગે છે.

ખરેખરમાં, ઇમારના ખાનની પાર્ટી પીટીઆઇના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમારે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારને લઇને ભારતમાં શરણ માગી છે. આ સમયે તેમના પરિવાર સાથે પંજાબ આવ્યા છે.

આ પણ વાંચો:- પાકિસ્તાનની પ્રથમ અંતરીક્ષયાત્રીએ કરી 'ચંદ્રયાન-2' મિશનની પ્રશંસા, ISROને આપ્યા અભિનંદન

બલદેવ પખ્તૂનખ્વાની બારીકોટ બેઠકથી ધારાસભ્ય રહ્યા છે. 43 વર્ષીય પૂર્વ ધારસભ્ય હવે તેમના પરિવાર સાથે પાકિસ્તાન પરત ફરવા માગતા નથી. તેમનું કહેવું છે કે, પાકિસ્તાનમાં હિન્દુ-શીખ સલામત નથી. ત્યાં તેમના પર અત્યાચાર થઇ રહ્યાં છે. તેમની હત્યાઓ કરવામાં આવી રહી છે. તેમનું આ પણ કહેવું છે કે, ઇમરાનના પીએમ બન્યા બાદ લઘુમતીઓ પર અત્યાચાર વધ્યા છે.

જુઓ Live TV:-

દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More