Home> World
Advertisement
Prev
Next

Pakistan માં હિંદુ મહિલા ટીચરને બળજબરીપૂર્વક કબૂલ કરાવ્યો ઇસ્લામ, નામ બદલીને રાખ્યું આયશા

પાકિસ્તાન (Pakistan)માં અલ્પસંખ્યકો (Minorities) સાથે જુલ્મ સતત વધી રહ્યા છે. તાજા કેસમાં બલૂચિસ્તાન (Balochistan)ની એક મહિલા ટીચરનું બળજબરી ધર્મ પરિવર્તન  (Forced Conversion) કરાવવામાં આવ્યું છે.

Pakistan માં હિંદુ મહિલા ટીચરને બળજબરીપૂર્વક કબૂલ કરાવ્યો ઇસ્લામ, નામ બદલીને રાખ્યું આયશા

ઇસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan)માં અલ્પસંખ્યકો (Minorities) સાથે જુલ્મ સતત વધી રહ્યા છે. તાજા કેસમાં બલૂચિસ્તાન (Balochistan)ની એક મહિલા ટીચરનું બળજબરી ધર્મ પરિવર્તન  (Forced Conversion) કરાવવામાં આવ્યું છે. એકતા કુમારી (Ekta Kumari)નામની આ મહિલા ટીચરનો ધર્મ પરિવર્તન કરી તેને આયશા (Aysha) નામ આપવામાં આવ્યું છે અને ત્યારબાદ નિકાહ કરી દેવામાં આવ્યા. 

fallbacks

પાકિસ્તાનની સેનાનો અંગતનો હાથ
રિપોર્ટ્સ અનુસાર ધર્મ પરિવર્તન (Forced Conversion in pakistan)ના આ મામલે પાકિસ્તાનની સેના (Pakistan Army)ના નજીક અને ઇસ્લામી કટ્ટરપંથી મિયાં મિટ્ઠુંનો હાથ છે. 

વધી જશે તમારી Take Home Salary! જો સ્વિકારી લેવામાં આવશે આ ભલામણ

પ્રાઇમરી સ્કૂલની ટીચર એકતા કુમારી (Ekta Kumari)ને બળજબરીપૂર્વક અપહરણ કરી દીધું છે અને પછી ધર્મ પરિવર્તન કરાવીને 6 જાન્યુઆરીના રોજ તેમના લગ્ન યાર મોહમંદ ભુટ્ટોની સાથે કરી દેવામાં આવ્યા છે. ડોક્યૂમેંટ્સમાં એકતાનું નામ બદલીને આયશા કરી દેવામાં આવ્યું છે.  

સૌથી આશ્વર્યની વાત એ છે કે સ્થાનિક વહિવટીતંત્ર આ મામલે મૂક બનાવી રહી છે. અત્યાર સુધી આ મામલે પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી.

Gold Silver Latest: 8,000 રૂપિયા સસ્તુ થયું સોનું! જાણો તમારા શહેરનો ભાવ

વોઇસ ઓફ પાકિસ્તાન માઇનોરિટીનું ટ્વીટ
સોશિયલ મીડિયા પર વોઇસ ઓફ પાકિસ્તાન માઇનોરિટીના ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવું એકદમ સામાન્ય થઇ ચૂક્યું છે. મિયા મિટ્ઠુંએ એક પ્રાઇમરી સ્કૂલની શિક્ષિકા સાથે 6 જાન્યુઆરીના રોજ ઇસ્લામ કબૂલ કરાવ્યો હતો. જલદી જ એક દિવસ એવો પણ આવશે જ્યારે અહીંના ઝંડામાંથી સફેદ રંગ બિલકુલ ગાયબ થઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More