ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ઇસ્લામાબાદ શહેર (Islamabad)માં પ્રથમ હિન્દુ મંદિર (Hindu temple)ની આધારશિલા રાખવામાં આવી છે. જાણવા મળ્યું છે કે આ મંદિરને બનાવવામાં 10 કરોડ પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ભગવાન કૃષ્ણના આ મંદિરને ઇસ્લામાબાદના H-9 વિસ્તારમાં 20 હજાર વર્ગફુટ એરિયામાં બનાવવામાં આવી રહ્યું છે. મંગળવારે પાકિસ્તાનના માનવાદિકારોના સંસદીય સચિવ લાલ ચંદ્ર માલ્હીએ આ મંદિરની આધારશિલા રાખી હતી.
આ દરમિયાન ત્યાં હાજર રહેલા લોકોને સંબોધિત કરતા માલ્હીએ જણાવ્યુ કે, વર્ષ 1947 પહેલા ઇસ્લામાબાદ અને તેની સાથે જોડાયેલા વિસ્તારમાં ઘણા હિન્દુ મંદિર હતા. તેમાં સૈદપુર ગામ અને રાવલ તળાવની પાસે સ્થિત મંદિર સામેલ છે. પરંતુ તેને છોડી દેવામાં આવ્યા અને ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમણે તે વાત પર દુખ વ્યક્ત કર્યું કે, ઇસ્લામાબાદમાં અલ્પસંખ્યકોના અંતિમ સંસ્કાર માટે જગ્યા ખુબ ઓછી છે.
પાક સરકાર 10 કરોડ રૂપિયાનો ખર્ચ ભોગવશે
ધાર્મિક મામલાના મંત્રી પીર નૂરૂલ હક કાદરીએ કહ્યુ કે, સરકાર આ મંદિરના નિર્માણમાં આવનાર 10 કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવશે. તેમણે કહ્યુ કે, મંદિર માટે વિશેષ સહાયતા આપવાની અપીલ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને કરવામાં આવી છે. ઇસ્લામાબાદ હિન્દુ પંચાયતે આ મંદિરનું નામ શ્રીકૃષ્ણ મંદિર રાખ્યું છે. આ મંદિર માટે વર્ષ 2017માં જમીન આપવામાં આવી હતી.
પરંતુ મંદિરના નિર્માણનું કામ કેટલિક ઔપચારિકતાઓને કારણે 3 વર્ષ લટકી ગયું હતું. આ મંદિર પરિસરમાં એક અંતિમ સંસ્કાર સ્થળ પણ હશે. આ સિવાય અન્ય હિન્દુ માન્યતાઓ માટે અલગ જગ્યા બનાવવામાં આવશે. મહત્વનું છે કે માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે પાકિસ્તાન અલ્પસંખ્યકો માટે નરક બની ચુક્યુ છે. એટલુ જ નહીં ગમે ત્યારે હિન્દુ સમુદાયની બાળકીઓનું અપહરણ કરીને તેને મુસલમાન બનાવી દેવામાં આવે છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે