Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાનમાં ફફડાટ...સ્કર્દુ એરબેઝ એક્ટિવ, ફાઈટર જેટ તૈનાત, ભારત તરફથી એરસ્ટ્રાઈકનો ડર

Pakistan : પાકિસ્તાન ભારતના હવાઈ હુમલાથી ડરી રહ્યું છે. કારણ કે પાકિસ્તાને સ્કર્દુ એરબેઝને સક્રિય કરી દીધું છે અને ફાઇટર જેટ પણ તૈનાત કરી દીધા છે.

પાકિસ્તાનમાં ફફડાટ...સ્કર્દુ એરબેઝ એક્ટિવ, ફાઈટર જેટ તૈનાત, ભારત તરફથી એરસ્ટ્રાઈકનો ડર

Pakistan :  પાકિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ભારતને લઈને ખૂબ જ ચિંતિત છે અને તેને ડર છે કે ભારત તેની વિરુદ્ધ હવાઈ હુમલો કરી શકે છે. તેને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને સ્કર્દુ એરબેઝને સક્રિય કરી દીધું છે અને તેના ફાઈટર પ્લેન ખૂબ જ નીચા ઉડતા જોવા મળી રહ્યા છે.

fallbacks

કયા ફાઇટર જેટ તૈનાત કરવામાં આવ્યા ?

પાકિસ્તાને દક્ષિણી સેક્ટરમાં ફાઈટર જેટ તૈનાત કર્યા છે. પાકિસ્તાને દક્ષિણી સેક્ટરમાં ચીનના J-10, JF-17, F-16 ફાઈટર જેટ્સ તૈનાત કર્યા છે. પાકિસ્તાનને તેની લાઈફલાઈન કહેવાતા કરાચી પોર્ટ પર હુમલાનો ડર છે.

પાકિસ્તાની સેના પણ ભારતની હિલચાલથી ડરી રહી છે. પાકિસ્તાને સરહદી વિસ્તાર તરફ સેનાની ટ્રકો મોકલી છે. સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકોની અવરજવર વધારી દેવામાં આવી છે. પાકિસ્તાની સૈનિકો અને હથિયારોનો માલ સરહદ તરફ મોકલવામાં આવ્યો છે. પાકિસ્તાની સેના ભારતીય સેનાની કાર્યવાહીથી ડરી રહી છે.

કંઈક મોટું થવાનું છે ! આર્મી ચીફને મળ્યા બાદ PMને રિપોર્ટ કરવા પહોંચ્યા રક્ષા મંત્રી

તાજેતરમાં જ પાકિસ્તાનના રેલવે મંત્રીએ ધમકી આપી હતી

તાજેતરમાં જ પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને ધમકી આપતા કહ્યું હતું કે અમારી પાસે 130 પરમાણુ હથિયારો તૈયાર છે. રેલવે મંત્રીની આ ધમકી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને પીપીપી નેતા બિલાવલ ભુટ્ટોની ધમકી બાદ આવી છે.

પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ કહ્યું હતું કે, 'અમારી તમામ મિસાઈલો હવે ભારત તરફ છે, જો ભારત કોઈ પણ પ્રકારનું દુ:સાહસ કરવાનું નક્કી કરશે તો તેને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. અબ્બાસીએ ધમકી આપતા કહ્યું કે અમારી પાસે વિશ્વનો સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બ છે અને અમે અમારી ગોરી, શાહીન, ગઝનવી જેવી મિસાઇલો અને 130 પરમાણુ બોમ્બ માત્ર ભારત માટે જ રાખ્યા છે. રાજદ્વારી પ્રયાસોની સાથે અમે અમારી સરહદોની સુરક્ષા માટે પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પહેલગામ હુમલો માત્ર એક બહાનું છે, સિંધુ જળ સંધિ ભારતના રડાર પર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More