Home> World
Advertisement
Prev
Next

વૈશ્વિક ફજેતી: પાકિસ્તાન ચૂંટણી પંચે ચિંથરા જેવા કાગળમાં પરિણામ જાહેર કર્યું

ડોન અખબારના સમાચાર અનુસાર અડિયાલા જેલમાં મળવા આવવાની વાતચીત દરમિયાન પીએમએલ-એનના પૂર્વ પ્રમુખ નવાઝ શરીફે ફૈસલાબાદ, લાહોર અને રાવલપિંડીના ચૂંટણી અંગે શંકા વ્યક્ત કરી

વૈશ્વિક ફજેતી: પાકિસ્તાન ચૂંટણી પંચે ચિંથરા જેવા કાગળમાં પરિણામ જાહેર કર્યું

નવી દિલ્હી : પાકિસ્તાનમાં ચૂંટણી બાદ પરિણામો મુદ્દે લાગી રહ્યું હતુ કે ગોટાળાના આરોપો વચ્ચે ભાવલપુરથી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્થાનીક નિવાસીઓ આ આરોપ લગાવતા જોઇ રહ્યા છે કે તેઓ ચૂંટણીના પરિણામો તેમને સોંપવામાં આવ્યા છે તે યોગ્ય ફોર્મેટમાં નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, જેલમાં પુરાયેલા પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પણ ચૂંટણીના પરિણામને ચોરીનો જનાદેશ ગણાવતા ચેતવણી આપી કે દાગદાર અને શંકાસ્પદ પરિણામને દેશની રાજનીતિને દૂષિત કરશે. 

fallbacks

fallbacks

ડોન અખબાર અનુસાર અડિયાલા જેલમાં મળવા આવવા માટે વાતચીત દરમિયાન પીએમએલ-એનના પુર્વ પ્રમુખે ફૈસલાબાદ, લાહોર અને રાવલપિંડીના ચૂંટણી પરિણામો અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આ વિસ્તારોમાં પીએમએલ-એનના ઉમેદવારોની સ્થિતી ખુબ જ સારી હતી, જો કે તેને પરાજિત જાહેર કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી એએનઆઇમાં આવેલા એક વીડિયોમાં પાકિસ્તાનના ભાવલપુરમાં સ્થાનિક નિવાસીઓનો આરોપ છે, ચૂંટણી પંચે અમને ફોર્મ 45 ફોર્મેટમાં ચૂંટણીના પરિણામો નહોતા જણાવ્યા.

પંચે અમને સાદા કાગળ પર પરિણામો જણાવ્યા હતા, જે અંગે કોઇ અધિકારીક મહોર પણ નથી. એવું ન હોવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ચૂંટણી પંચે નેશનલ એસેમ્બલીની 270માંથી 250 સીટો માટે પરિણામો શુક્રવારે બહાર પાડ્યા હતા જેમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) સામાન્ય ચૂંટણીમાં 109 સીટોની સાથે સૌથી મોટા દળ તરીકે ઉભરી આવી છે. વસ્તીગણતરીની ઝડપ પણ ખુબ ધીમી રહી હતી. ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ગોટાળાના આરોપો લગાવવામાં આવ્યા છે. પાકિસ્તાન ચૂંટણી પંચ અનુસાર પીટીઆઇના મુખ્ય પ્રતિદ્વંદી દળ પાકિસ્તાન મુસ્લિમ લીગ(એન)ને 62 સીટો અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 42 સીટો મળી છે. અપક્ષ ઉમેદવારોએ 12 સીટો પર જીત નોંધાવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More