Home> World
Advertisement
Prev
Next

Pakistan: ઈમરાન ખાને વખાણ કર્યા તો મરિયમ નવાઝ ભડકી ગયા, કહ્યું- 'ભારત એટલું ગમતું હોય તો ત્યાં જતા રહો'

અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરતા પહેલા ઈમરાન ખાને ભારતના પેટછૂટા વખાણ કર્યા તો પાકિસ્તાનના વિપક્ષને જાણે મરચા લાગી ગયા. ખાસ કરીને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PLM-N) ના નેતા મરિયમ નવાઝ ભારતનું નામ સાંભળીને જે ભડકી ગયા તેમણે ઈમરાન ખાનને પાકિસ્તાન છોડીને ભારત જતા રહેવાની સલાહ સુદ્ધા આપી દીધી. 

Pakistan: ઈમરાન ખાને વખાણ કર્યા તો મરિયમ નવાઝ ભડકી ગયા, કહ્યું- 'ભારત એટલું ગમતું હોય તો ત્યાં જતા રહો'

ઈસ્લામાબાદ: અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરતા પહેલા ઈમરાન ખાને ભારતના પેટછૂટા વખાણ કર્યા તો પાકિસ્તાનના વિપક્ષને જાણે મરચા લાગી ગયા. ખાસ કરીને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PLM-N) ના નેતા મરિયમ નવાઝ ભારતનું નામ સાંભળીને જે ભડકી ગયા તેમણે ઈમરાન ખાનને પાકિસ્તાન છોડીને ભારત જતા રહેવાની સલાહ સુદ્ધા આપી દીધી. 

fallbacks

ઈમરાન ખાને શુક્રવારે દેશને નામ કરેલા સંબોધનમાં ભારતના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોઈ યુરોપીયન એમ્બેસેડરમાં હિંમત નથી કે તે ભારતને જણાવે કે રશિયા માટે તેમની શું પોલીસી હોવી જોઈએ. ઈમરાન ખાને એવું પણ કહ્યું હતું કે ભારતની જનતા ખુબ ખુદ્દાર છે. ઈમરાન ખાને આ પ્રકારના ભારતના વખાણ કર્યા તે પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝને ગમ્યું નહીં. અત્રે જણાવવાનું કે ઈમરાને સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર પણ અફસોસ જતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જોવું જોઈતું હતું કે શું આ વિદેશી ષડયંત્ર હતું, અમે સાચું બોલીએ છીએ કે નહીં. 

ઈમરાન ખાને ફરી ભારતના ભરપેટ વખાણ કર્યા, કહ્યું- ભારત એક ખુદ્દાર દેશ

મરિયમ નવાઝે સાધ્યું નિશાન
મરિયમ નવાઝે ઈમરાન ખાન પર નિશાન સાધતી ટ્વીટ કરીને લખ્યું કે ખુરશી જતી જોઈને પાગલ થયેલા આ વ્યક્તિને કોઈ જણાવે કે તેમને  તેમની જ પાર્ટી દ્વારા હટાવવામાં આવી રહ્યાં છે. જો તમને ભારત એટલું જ ગમતું હોય તો તમે પાકિસ્તાનની જિંદગી છોડીને ભારત જતા રહો. એટલું જ નહીં મરિયમ નવાઝ શરીફે એમ પણ કહ્યું કે ભારતના વખાણ કરનારાને એ પણ ખબર હોવી જોઈએ કે ભારતના અલગ અલગ પ્રધાનમંત્રીઓ વિરુદ્ધ 27 વખત અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈએ બંધારણ, લોકશાહી અને પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નથી. 

વાજપેયીનું નામ લીધુ
મરિયમે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ એક મતથી હારીને ઘરે ગયા હતા. તેમણે દેશ અને બંધારણને તમારી(ઈમરાન ખાન) જેમ ગિરવે રાખ્યા નહતા. નોંધનીય છે કે શુક્રવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરી દ્વારા ફગાવવાને ખોટો ગણાવ્યો હતો. કોર્ટના આદેશ પર આજે ઈમરાન ખાને અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More