Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાને સ્વીકાર્યું, પુલવામા હુમલામાં હતો હાથ, ઇમરાનના મંત્રીએ કહ્યુ- 'આ દેશની સફળતા'

Pakistan on Pulwama Attack: પાકિસ્તાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ સંસદમાં કહ્યુ કે, પુલવામા હુમલો સરકારની સફળતા છે. 

પાકિસ્તાને સ્વીકાર્યું, પુલવામા હુમલામાં હતો હાથ, ઇમરાનના મંત્રીએ કહ્યુ- 'આ દેશની સફળતા'

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદીઓને પોષવાનો આરોપ ભલે નકારતું રહ્યું હોય પરંતુ ખુદ તેના મંત્રીએ હવે તેની પોલ ખોલી દીધી છે. પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ સંસદમાં બોલતા પાછલા વર્ષે પુલવામામાં થયેલા આતંકી હુમલાને 'પોતાની સફળતા' ગણાવી છે. તેમણે ત્યાં સુધી કહી દીધું કે આ હુમલો પ્રધાનમંત્રી ઇમરાન ખાનના નેતૃત્વમાં દેશની સફળતા છે. 

fallbacks

મહત્વનું છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટક ભરેલી કાર સીઆરપીએફના કાફલા સાથે ટકરાવી દીધી હતી. આ ધમાકામાં 40 જવાન શહીદ થયા હતા. 

ફવાદ ચૌધરી પાકિસ્તાનના તે નેતા છે જે પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહે છે. તેઓ ગમે ત્યારે ભારતને ધમકી પણ આપે છે અને હાસ્યનું પાત્ર બને છે. કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પણ તેણે ઘણીવાર ભારતને યુદ્ધની ધમકી આપી હતી. ફવાદે ભારતને પરમાણુ યુદ્ધની પણ ધમકી આપી હતી. તેણે ચંદ્રયાન-2ની લોન્ચિંગ બાદ પણ વિવાદાસ્પદ ટ્વીટ કર્યુ હતું. પરંતુ આ ટ્વીટને લઈને તે પોતાના દેશમાં ઘેરાયો હતો. 

બે દિવસમાં બે વાત સ્વીકારી
ફવાદ ચૌધરી પહેલા પાકિસ્તાનની રાજકીય પાર્ટી પીએમએલ-એનના સાસંદે ખુલાસો કર્યો કે, ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદનને ન છોડવા પર ભારત પાકિસ્તાન પર હુમલો કરવા તૈયાર બેઠુ હતું. તેમણે તે વાત કબુલ કરી કે તે સમયે પાકિસ્તાની સેનાના પ્રમુખની સ્થિતિ ખરાબ હતી અને જો પાકિસ્તાન અભિનંદનને ન છોડત તો ભારત હુમલો કરી શકતું હતું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More