Home> World
Advertisement
Prev
Next

ખુબ આશા સાથે ઈમરાન ખાન અમેરિકા પહોંચ્યા, સ્વાગત માટે કોઈ ફરક્યું સુદ્ધા નહીં

ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચ્યા ત્યારે ઈમરાન ખાનના સ્વાગત માટે કોઈ મોટા સ્ટેટ ઓફિસર હાજર રહ્યાં નહતાં.

ખુબ આશા સાથે ઈમરાન ખાન અમેરિકા પહોંચ્યા, સ્વાગત માટે કોઈ ફરક્યું સુદ્ધા નહીં

વોશિંગ્ટન: ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચ્યા ત્યારે ઈમરાન ખાનના સ્વાગત માટે કોઈ મોટા સ્ટેટ ઓફિસર હાજર રહ્યાં નહતાં. જેના કારણે ટ્વીટર પર વિરોધીઓ ખુબ ટ્રોલ કરી રહ્યાં છે. જો કે અમેરિકા માટે ઈમરાન ખાને કતાર એરવેઝની સામાન્ય કમર્શિયલ ફ્લાઈટ લીધી અને તેઓ 3 દિવસના આ પ્રવાસમાં અમેરિકામાં પાકિસ્તાનના રાજનયિક આવાસ પર જ રોકાશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને પીએમ ઈમરાન ખાને મેટ્રોમાં બેસીને હોટલ જવું પડ્યું. ઈમરાન ખાનના સ્વાગત માટે કોઈ જ અધિકારી એરપોર્ટ ન પહોંચ્યા તે ચર્ચાનો વિષય બની ગયો છે. 

fallbacks

ઈમરાન ખાનનો અમેરિકા પહોંચવાનો વીડિયો પીટીઆઈના અધિકૃત ટ્વીટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો. જેના પર અનેક યૂઝર્સે કમેન્ટ્સ કરી. કેટલાક તેને વડાપ્રધાન સાથે  ખરાબ વર્તન ગણાવ્યું તો કેટલાકે તેના પર વર્લ્ડ કપ હારનો બદલો કહી કટાક્ષ કર્યો. પીટીઆઈ તરફથી શેર કરાયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ખાન કોઈ સામાન્ય વ્યક્તિની જેમ જ ફ્લાઈટમાંથી બહાર નીકળી રહ્યાં છે. 

ઉમર અબ્દુલ્લાએ કર્યાં વખાણ
પાકિસ્તાનના પીએમને ટ્રોલ કરનારા પર નિશાન સાધતા ઉમર અબ્દુલ્લાએ અમેરિકા પર જ નિશાન સાધ્યું. અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે તેમણે પોતાના દેશના પૈસા બચાવ્યાં. તેઓ (ઈમરાન ખાન) પોતાની સાથે ઈગો લઈને ચાલતા નથી, જે મોટા ભાગના નેતાઓ કરતા હોય છે. એક વાર ફરીથી મને યાદ કરાવો, આ કેવી રીતે ખરાબ ચીજ છે. તે અમેરિકાની સતતા પર વજ્રઘાત કરે છે ઈમરાન ખાન પર નહીં. 

અત્રે જણાવવાનું કે આ પ્રવાસ દરમિયાન ઈમરાન ખાનની મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવાની છે. બંને દેશો વચ્ચે રક્ષા, વ્યાપાર અને કર્જ જેવા મહત્વના મુદ્દાો પર ચર્ચા થવાની છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More