નવી દિલ્હી/ઈસ્લામાબાદ: કાશ્મીર (Kashmir)માથી કલમ 370 હટાવાયા બાદ ભારત સાથે પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધ્યો છે. આ બધા વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને હિન્દુઓને પાવન પર્વ દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. તેમણે પોતાના અધિકૃત ટ્વીટર એકાઉન્ટ પર હિન્દુઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. જો કે તેમણે આ શુભેચ્છાઓ ફક્ત પાકિસ્તાનમાં રહેતા હિન્દુ નાગરિકોને જ પાઠવી.
લંડન: એક ટ્રકમાંથી મળી 39 લાશ, મોત પહેલાની અંતિમ ક્ષણોની ચોંકાવનારી વિગતો સામે આવી
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વીટર પર લખ્યું કે અમારા તમામ હિન્દુ નાગરિકોને દીપાવલીની શુભકામનાઓ. વાત જાણે એમ છે કે 5 ઓગસ્ટના રોજ મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદાખમાં ફેરવી દીધા. જો કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ જ્યારે લદ્દાખમાં વિધાનસભા રહેશે નહીં.
Wishing all our Hindu citizens a happy Diwali
— Imran Khan (@ImranKhanPTI) October 26, 2019
મોદી સરકારના આ નિર્ણયથી પાકિસ્તાન ધૂંધવાયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આ મુદ્દે દુનિયાભરના લોકોને હસ્તક્ષેપ કરવાની ગુહાર કરી ચૂક્યા છે. પરંતુ મોટાભાગના દેશોએ આ મામલો ભારતનો આંતરિક મામલો ગણાવીને હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી છે. એટલે સુધી કે સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાને લાંબુ ભાષણ આપવા છતાં તેની કોઈ અસર પડી નહી. જેનાથી પાકિસ્તાન વધુ પરેશાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે