Home> World
Advertisement
Prev
Next

આતંકી મસૂદ અઝહર પર પાકિસ્તાન કરશે મોટી કાર્યવાહી! કાલે મળ્યા હતા મોતના સમાચાર

સુત્રોએ સમાચાર એજન્સી ભાષાને જણાવ્યું કે, ‘સરકારના સૈદ્ધાંતિક રૂપથી જેઇએમ (અઝહર)ના નેતૃત્વ પર કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.’ તેમણે જણાવ્યું કે, જેઇએમની સામે દેશમાં કાર્યવાહી ‘જલ્દી જ કોઇપણ સમયે’ થઇ શકે છે.

આતંકી મસૂદ અઝહર પર પાકિસ્તાન કરશે મોટી કાર્યવાહી! કાલે મળ્યા હતા મોતના સમાચાર

ઇસ્લામાબાદ: પાકિસ્તાન સરકારે ભારતની સાથે તણાવ ઓછો કરવાના પ્રયત્નમાં જૈશ-એ-મોહમ્મદ (જેઇએમ) ગેંગસ્ટર આતંકી મૌલાના મસૂદ અઝહર પર કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. મીડિયામાં આવેલા એક સમાચરા અનુસાર એક મુખ્ય સરકારી સુત્રએ રવિવારે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદીઓની યાદીમાં અઝહરને સામેલ કરવાના પ્રસ્તાવ પર તેમના વિરોધને પરત લઇ શકે છે. જણાવી દઇએ કે, રવિવાર સાંજે આતંકી મસૂદ અઝહરના મોતના સમાચાર આવ્યા હતા. પરંતુ પાકિસ્તાની મીડિયાએ આ સમાચારોનું ખંડન કરતા કહ્યું કે મસૂદ અઝહર હજુ જીવતો છે.

fallbacks

વધુમાં વાંચો: આશા છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓની મદદ કરશે AK-230 અસોલ્ટ રાઇફલ: પુતિન

સુત્રોએ સમાચાર એજન્સી ભાષાને જણાવ્યું કે, ‘સરકારના સૈદ્ધાંતિક રૂપથી જેઇએમ (અઝહર)ના નેતૃત્વ પર કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.’ તેમણે જણાવ્યું કે, જેઇએમની સામે દેશમાં કાર્યવાહી ‘જલ્દી જ કોઇપણ સમયે’ થઇ શકે છે. સુત્રોએ કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછા કરવાનો પ્રયત્નમાં ઇમરાન ખાન સરકારે જેઇએમની સામે કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. ભારતીય પાઇલયને માદર વતને પરત મોકલ્યા બાદ તણાવ ઓછા કરવાના પ્રયત્નમાં ઇમરાન ખાન સરકારનું આ અન્ય મહત્વપૂર્ણ પગલું છે.’

વધુમાં વાંચો: જૈશનો વડો મસુદ અઝહર વાયુસેનાની સ્ટ્રાઇકમાં ઘાયલ થયા બાદ મોત

અઝહરના ભવિષ્ય પર એક સવાલના જવાબમાં સત્તાવાર સુત્રએ જમાવ્યું કે તેઓ આ પુષ્ટી નથી કરી શક્યા કે તેને ઘરમાં નજરબંધ કરવામાં આવે અથવા ધરપકડ કરવામાં આવે. એક મીટિયા રિપોર્ટના અનુસાર સુરક્ષા અધિકારીએએ સંકેત આપ્યા કે પાકિસ્તાન જૈશ પ્રમુખને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર તેમના વિરોધને પરત લઇ શકે છે.

વધુમાં વાંચો: PAKને લપડાક; જૈશ એ મોહમ્મદે જ સ્વીકાર્યું, ભારતે PoKમાં તેમના આતંકી કેમ્પમાં તબાહી મચાવી

એક્સપ્રેસ ટ્રિબ્યૂનના અનુસાર, જ્યારે અધિકારીથી પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન હવે અઝહરની સામે સુરક્ષા પરિષદની કાર્યવાહી અને વિરોધ નહીં કરે તો તેમણે કહ્યું, ‘દેશને નિર્ણય લેવાનો હશે કે વ્યક્તિ મહત્વપૂર્ણ છે અથવા દેશનું વ્યાપક રાષ્ટ્રીય હિત મહત્વ છે.’ અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસનું બધવારે પાકિસ્તાનમાં રહીનાર અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નવો પ્રસ્તાવર રાખ્યો હતો. આવું થવાથી અઝહરને વૈશ્વિક સ્તરે યાત્રા કરવા પર પ્રતિબંધ કરવામાં આવશે. તેની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે.

વધુમાં વાંચો: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઓસામાના પુત્ર હમઝાનું નામ પ્રતિબંધની યાદીમાં સામેલ કર્યું

સુરક્ષા પરિષદના પ્રતિબંધ વિશેમાં નિર્ણય લેનાર સમિતિ 15 સભ્યો સુરક્ષા પરિષદના વીટો અધિકારી પ્રાપ્ત ત્રણ સ્થાઇ સભ્ય દેશોના હાલના પ્રસ્તાવ પર 10 દિવસની અંદર વિચાર કરશે. અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે ગત 10 વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રમાં આ રીતનો ચોથો પ્રયાસ છે.

વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More