ઈસ્લામાબાદ: પાકિસ્તાનના અબજપતિ બિઝનેસમેન મિયા માંશા(Pakistani Billionaire Businessman Mian Mansha) એ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિશે મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે બંધ બારણે વાતચીત ચાલુ છે. મિયા મંશાનું એમ પણ કહેવું છે કે જો આપણે મળીને કાર્ય કરીએ તો એક મહિનામાં પીએમ મોદી પાકિસ્તાનની મુલાકાત કરી શકે છે. પાકિસ્તાની અબજપતિએ કહ્યું કે કોઈ પણ સ્થાયી દુશ્મન હોતું નથી. આપણે ભારત સાથે ચીજો ઠીક કરવાની જરૂર છે.
આપણે શાંતિની જરૂર છે
પાકિસ્તાનની મલ્ટીનેશનલ કંપની નિશાત ગ્રુપના પ્રમુખ મિયા માંશા (Pakistani Billionaire Businessman Mian Mansha) એ બંને દેશો વચ્ચે વેપાર પર બોલતા કહ્યું કે 1965 ની જંગ સુધી ભારત સાથે પાકિસ્તાનનો 50 ટકા વેપાર થતો હતો. તેમણે કહ્યું કે 'આપણને શાંતિની જરૂર છે. ભારત પાસે સારી ટેક્નોલોજી છે. આપણી પાસે પણ અનેક એવી વસ્તુ છે જે હિન્દુસ્તાનને આપી શકાય છે. કોઈ પણ સ્થાયી દુશ્મન હોતું નથી. એટલી ગરીબી છે કે આપણે ભારત સાથે ચીજોને સુધારવી પડશે.'
ગલવાનમાં થયેલા ઘર્ષણ અંગે સૌથી મોટો ખુલાસો, ઓસ્ટ્રેલિયન અખબારના રિપોર્ટે ડ્રેગનની પોલ ખોલી
સંબંધ સારા કરવા ઈચ્છે છે પાકિસ્તાન
પાકિસ્તાની અબજપતિએ આ દાવો એવા સમયે કર્યો છે કે જ્યારે હાલમાં જ બહાર પડેલી પહેલી રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં પાકિસ્તાને ભારત સાથે શાંતિ પર ભાર મૂક્યો છે. તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા નીતિ સાથે જોડાયેલા એક અધિકારીએ પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રીબ્યૂન સાથે વાતચીતમાં કહ્યું હતું કે આપણે આગામી 100 વર્ષ સુધી ભારત સાથે વેર રાખીશું નહીં. આ નવી નીતિમાં પાડોશી દેશો સાથે શાંતિ પર ભાર મૂકાયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ મુદ્દે જો વાતચીત અને પ્રગતિ થાય તો એ વાતની શક્યતા છે કે ભારત સાથે વેપારી સંબંધ સામાન્ય થઈ જાય.
#VIDEO #Pakistan business tycoon Mian Mansha suggested to the @GovtofPakistan to improve relations with India. Mansha know that #India- #Pakistan back channel talks are going on and said that if things went well, it would not take a month for @narendramodi to visit Pakistan. pic.twitter.com/CcEE92vtW1
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) February 2, 2022
પહેલા પણ આવ્યા હતા આવા સમાચાર
જો કે પાકિસ્તાની અધિકારીએ એમ પણ કહ્યું હતું કે નવી દિલ્હીમાં વર્તમાન મોદી સરકાર હેઠળ ભારત સાથે મેળમિલાપની કોઈ સંભાવના નથી. નોંધનીય છે કે પહેલા પણ એવા સમાચારો વહેતા થયા હતા કે અફઘાનસિ્તાન પર તાલિબાનના કબજા પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે બંધ બારણે વાતચીત ચાલી રહી હતી. એવું પણ કહેવાયું હતું કે ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સંલગ્ન બે ટોચના અધિકારી કોઈ ત્રીજા દેશમાં મળ્યા હતા.
Ukraine ની સરહદે ભયંકર તણાવ વચ્ચે US મદદ માટે મોકલશે 3000 સૈનિકો
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે