નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) ના પીએમ ઈમરાન ખાનની ઐય્યાશી કોઈથી છૂપાયેલી નથી. મિયા ઈમરાન ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. તેમના એફેર્સ, લગ્નો અને તલાકની કહાનીઓ કોઈનાથી અજાણ નથી. આવામાં ઈમરાન ખાનને લઈને એક મોટો દાવો સામે આવ્યો છે. પાકિસ્તાનની એક ટીવી ચેનલના હોસ્ટ કે જેનું નામ અલી સલીમ છે તેમણે દાવો કર્યો છે કે અમેરિકી મહિલા સિન્થિયા ડી રિચી (Cynthia Dawn Ritchie) સાથે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સેક્સ કરવા માંગતા હતાં.
અત્રે જણાવવાનું કે અમેરિકી મહિલા સિન્થિયા ડી રિચી એક બ્લોગર છે. થોડા કલાકો પહેલા જ સિન્થિયાએ પાકિસ્તાનના અનેક પૂર્વ મંત્રીઓ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.
હોસ્ટ અલી સલીમે કર્યો આ મોટો ખુલાસો
ટીવી હોસ્ટ અલી સલીમે જે ખુલાસો કર્યો તે ખરેખર ચોંકાવનારો છે. કારણ કે કોઈ દેશના પીએમનું આવું ચરિત્ર સામે આવે તો ચોક્કસપણે તે સમગ્રે દેશની છબી વેરવિખેર થતી જોવા મળે છે. હોસ્ટે એમ પણ જણાવ્યું કે તેઓ અણેરિકી મહિલા સિન્થિયાની ખુબ જ નજીક હતાં. એટલે સુધી કે તેમણે સિન્થિયા સાથે રૂમ પણ શેર કર્યો હતો. આ દરમિયાન સિન્થિયાએ એકવાર તેમને જણાવ્યું હતું કે પાકિસ્તાનના પીએમ મિયા ઈમરાન ખાન તેમની સાથે સેક્સ કરવા માંગતા હતાં.
જો કે હોસ્ટ અલી સલીમે સિન્થિયાના એ આરોપોને સ્પષ્ટપણે ફગાવી દીધા જેમાં તેમણે પાકિસ્તાની મંત્રી રહમાન મલિક પર રેપનો આરોપ લગાવ્યો છે.
પાકિસ્તાનના 'રેપિસ્ટ' મંત્રીનું સત્ય
અહીં તમને એ વાતની જાણકારી હોવી જોઈએ કે શુક્રવારે જ અમેરિકી મહિલા સિન્થિયાએ ફેસબુક લાઈવ કર્યું હતું. જેમાં તેમણે પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી રહમાન મલિકને લપેટામાં લેતા રેપનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ સિન્થિયાએ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી યુસૂફ રઝા ગિલાની ઉપર પણ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. તેમણે એ સ્પષ્ટ કર્યું કે આ બધી ત્યારની વાત છે જ્યારે બેનઝીર ભુટ્ટોની પાકિસ્તાની પિપલ્સ પાર્ટી સત્તામાં હતી. એટલે કે વર્ષ 2001ની વાત છે.
એટલું જ નહીં સિન્થિયાએ તો એવો પણ દાવો કર્યો છે કે તે સમયે તેમણે પાકિસ્તાનમાં રહેલા અમેરિકી દૂતાવાસને પણ પોતાની સાથે થયેલા અત્યાચારની જાણકારી આપી હતી પરંતુ તેમની વાત કોઈએ સાંભળી નહીં. અત્રે જણાવવાનું કે પૂર્વ પ્રધાનમંત્રી યુસૂફ રઝા ગિલાનીએ આ આરોપો ફગાવી દીધા છે.
નોંધનીય છે કે અમેરિકી મહિલા સિન્થિયા ડી રિચીએ લગભગ 10 વર્ષ પાકિસ્તાનમાં ગાળ્યા છે. આવામાં તેમને પાકિસ્તાન સાથે ખુબ લગાવ થયો હતો. કહેવાય છે કે સિન્થિયાના પાકિસ્તાની પીપલ્સ પાર્ટી (PPP)ના નેતાઓ સાથે સારા સંબંધો હતા. પરંતુ ત્યારબાદ આ નીકટના સંબંધોમાં ખટાશ આવી ગઈ. ત્યારથી તેઓ પીપીપીના નેતાઓના વિવાદિત ફોટાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે