નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન રાતુપીળું થઈ ગયું છે. રોજે રોજ પાકિસ્તાનના નેતાઓ અને સેનાના અધિકારીઓ આડેધડ નિવેદનો અને ભારતને પોકળ ધમકીઓ આપી રહ્યાં છે. હવે પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાનું નામ પણ આ યાદીમાં આવી ગયું છે. પાક સેના પ્રમુખે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું કે અમે છેલ્લી ગોળી, છેલ્લા સિપાઈ, છેલ્લા શ્વાસ સુધી દરેક ફરજ નીભાવવા તૈયાર છીએ. તેમણે તો એટલે સુદ્ધા કહી દીધુ કે અમે દરેક પ્રકારની કુરબાની આપવા તૈયાર છીએ. દરેક હદ સુધી જવા તૈયાર છીએ.
રાવલપિંડીમાં જનરલ મુખ્યાલય(જીએચક્યુ)માં એક સમારોહને સંબોધન કરતા જનરલ બાજવાએ કહ્યું કે "આજનું કાશ્મીર હિન્દુત્વનો શિકાર છે, ઝુલ્મનો શિકાર છે, કાશ્મીર પાકનો એજન્ડા છે." તેમણે કહ્યું કે હાલની ભારત સરકારે જે કર્યું છે તે અમારા માટે ચેલેન્જ છે. પાકિસ્તાન ક્યારેય પણ કાશ્મીરીઓને એકલા છોડશે નહીં. અમે છેલ્લી ગોળી, છેલ્લા સિપાઈ, છેલ્લા શ્વાસ સુધી દરેક ફરજ નીભાવવા તૈયાર છીએ.
જુઓ LIVE TV
પાકિસ્તાની સેના પ્રમુખે કહ્યું કે અમે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છીએ. જંગ અને બેચેનીના વાદળ નજરે ચઢે છે અને અમન તથા સલામતીની આશા પણ. તેમણે એ પણ કહ્યું કે પાકિસ્તાનીઓ અને કાશ્મીરીઓ બંનેના હ્રદય એકસાથે ધડકે છે.
સેના પ્રમુખે સ્પષ્ટ રીતે કહ્યું કે કાશ્મીર પાકિસ્તાનના પૂર્ણ થવાનો એક અધૂરો એજન્ડા છે અને જ્યાં સુધી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને કાશ્મીરી લોકોની આકાંક્ષાઓ મુજબ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી આ બધુ ચાલુ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે