Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાન વિદેશી દેવામાં એટલું ગળાડૂબ છે કે ઈમરાનને નાકે આવી જશે દમ

પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ સ્થિતિમાં છે, પાકિસ્તાનના નાણા મંત્રાલયે સંસદના સભ્યોને જાણ કરી છે કે તેમનો દેશ એટલા બધા દેવામાં ડૂબી ગયો છે કે બહાર નિકળવાનો કોઈ માર્ગ દેખાતો નથી, ઈમરાન ખાન સરકાર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે 

પાકિસ્તાન વિદેશી દેવામાં એટલું ગળાડૂબ છે કે ઈમરાનને નાકે આવી જશે દમ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ સ્થિતિમાં છે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સંસદના સભ્યોને જાણ કરી છે કે તેમનો દેશ એટલા બધા દેવામાં ડૂબી ગયો છે કે બહાર નિકળવાનો કોઈ માર્ગ દેખાતો નથી, ઈમરાન ખાન સરકાર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. સંસદમાં પાક. સરકારે રજૂ કરેલા આંકડા મુજબ હાલ પાકિસ્તાનનું વિદેશી દેવું 88.199 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે. Ary Newsના એક સમાચારમાં આ માહિતી પ્રકાશિત કરાઈ છે. 

fallbacks

પાકિસ્તાનના નાણા મંત્રાલયે સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન વિદેશી દેવાના આંકડા રજૂ કર્યા છે. મંત્રાલયે જણાવ્યું છે કે, છેલ્લા છ નાણાકિય વર્ષમાં દેશે 26.19 બિલિયન અમેરિકન ડોલરની લોન લીધી છે, જેનું 7.32 બિલિયન ડોલરનું વ્યાજ અલગથી છે. આ કારણે છેલ્લા છ વર્ષમાં દેશનું કુલ વિદેશી દેવું 33.50 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. 

અહો આશ્ચર્યમ! 14 વર્ષની છોકરીને 13 વર્ષના છોકરા સાથે થયો પ્રેમ, બની માતા અને પછી .!!!

નાણા મંત્રાલયે એક જવાબમાં કહ્યું કે, નાણાકિય વર્ષ 2013-14માં પાકિસ્તાને 6.90897 બિલિયન ડોલર, નાણાકિય વર્ષ 2014-15માં 5.40721 બિલિયન ડોલર, નાણાકિય વર્ષ 2015-16માં 4.45020 બિલિયન ડોલરની લોન લીધી હતી. 

ભૂંકપના બે ઝટકાથી ધ્રુજ્યું જાપાન, કોઈ જાનહાની નહીં, સુનામીની ચેતવણી અપાઈ નથી 

મંત્રાલયે કહ્યું કે નાણાકિય વર્ષ 2016-17માં વિદેશી સ્રોતનો પાકિસ્તાન પરનું ઉધાર 6.520381 બિલિયન અમેરિકન ડોલર રહ્યું હતું. જ્યારે 2017-18માં દેશે વિદેશી સ્રોત પાસેથી 6.020526 બિલિયન અમેરિકન ડોલરની લોન લીધી હતી. 

દેશે વર્તમાન નાણાકિય વર્ષમાં અત્યાર સુધી 4.550154 બિલિયન અમેરિકન ડોલરની લોન લીધી છે. ઈમરાન સરકાર એ બાબતથી ચિંતિત છે કે આ દેવું ભરપાઈ કેવી રીતે થશે. 

દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More