Home> World
Advertisement
Prev
Next

લગ્ન પછી આ હોટલમાં રોકાયા છે અનંત, રાધિકા : સૌથી સસ્તા રૂમનું ભાડું પણ આંખે અંધારા લાવે તેવું

Anant Ambani : રિપોર્ટ્સમાં એવું કહેવાયું છે કે અંબાણી પરિવારના સભ્યો પેરિસની ફોર સીઝન્સ હોટલ જ્યોર્જ વીમાં રોકાયા છે. અત્રે જણાવવાનું કે નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના સભ્ય છે. 

લગ્ન પછી આ હોટલમાં રોકાયા છે અનંત, રાધિકા : સૌથી સસ્તા રૂમનું ભાડું પણ આંખે અંધારા લાવે તેવું

Paris Ambani Family : હાલ પેરિસમાં ચાલી રહેલો ઓલિમ્પિક ખેલોત્સવનો રોમાંચ ચરમસીમાએ પહોંચેલો છે. અંબાણી પરિવારના પણ અનેક સભ્યો પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેવા માટે પેરિસમાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો હાલમાં જ એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં મુકેશ અંબાણી, તેમની પુત્રી ઈશા અઁબાણી અને તેમના પતિ આનંદ પીરામલ સાથે પેરિસની એક રેસ્ટોરામાંથી બહાર નીકળતા જોવા મળ્યા. આ બધા વચ્ચે રિપોર્ટ્સમાં એવું કહેવાયું છે કે અંબાણી પરિવારના સભ્યો પેરિસની ફોર સીઝન્સ હોટલ જ્યોર્જ વીમાં રોકાયા છે. અત્રે જણાવવાનું કે નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના સભ્ય છે. 

fallbacks

પેરિસમાં છે કપલ
મુકેશ અંબાણી અને એમનો પરિવાર હાલમાં પેરિસમાં છે. તેઓ પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકની મજા લઈ રહ્યાં છે. અનંત રાધિકા પણ લગ્ન બાદ ફેમિલી સાથે પેરિસની એક હોટલમાં રોકાયા છે. 

5 સ્ટાર હોટલમાં છે રોકાણ
મીડિયા રિપોર્ટસનું માનીએ તો પેરિસમાં રહેતો અંબાણી પરિવાર અહીં ફોર સિઝન્સ જ્યોર્જ પંચમ હોટલમાં રોકાયો છે. ઘણીવાર આ પરિવારને આ હોટલમાં રોકાતો જોવા મળ્યો છે. આ એક ફાઈવ સ્ટાર હોટલ છે. મુકેશ અંબાણી એમની પત્ની નીતા અંબાણી શુક્રવારે ઓલિમ્પિક ઉદઘાટન સમારાહોમાં એમની દીકરી અને જમાઈ સાથે જોવા મળ્યા હતા. જેઓ એક સાથે પેરિસમાં ગયા છે. 

મેરિડ કપલ એક સાથે જોવા મળ્યું
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ન્યું મેરિટ કપલ પણ એક સાથે જોવા મળ્યું છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીને જ્યોર્જ પંચમ હોટલમાં એન્ટ્રી કરતા જોવા મળી રહ્યાં છે. નીતા અંબાણીને પણ આ જ હોટલમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ એક ફાઈવ સ્ટાર હોટલ છે. 

નીતા અંબાણીનો મોટો રોલ
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીની 142માં આઈઓસી સત્રમાં ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિત સમિતીના સદસ્ય તરીકે નિમણુંક થઈ છે. એક અન્ય વીડિયોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીને હોટલમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા.

સૌથી મોંઘી હોટલ
ફોર સિઝન્સ હોટલ જ્યોર્ડ પંચમ પેરિસની સૌથી પ્રતિષ્ઠિત હોટલોમાંથી એક છે. પેરિસમાં આ હોટલને આઈકોન કહેવામાં આવે છે. જેનું એક રાતનું ભાડું અધધ... છે. 

સૌથી સસ્તા રૂમનું આ છે ભાડું
હોટલની વેબસાઈટ જોઈએ તો અહીં સૌથી સસ્તો રૂમ 1.80 લાખમાં મળે છે. જોકે, પેરિસ ઓલિમ્પિકને કારણે હાલમાં ભાવ ડબલ થઈ ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More