નવી દિલ્હીઃ પેરૂથી એક દુખદ ઘટના સામે આવી છે. અહીં પર એક નાઇટ ક્લબમાં પોલીસના દરોડા દરમિયાન થયેલી ભાગદોડમાં 13 લોકોના મોત થયા છે અને ઘણા ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળી રહ્યું છે કે એક ડિસ્કોમાં પોલીસે કોરોના લૉકડાઉનના નિયમોનું પાલન કરવાને લઈને દરોડા પાડ્યા હતા. આ દરમિયાન લોકો બચવા માટે ભાગવા લાગ્યા અને એક જ દરવાજામાંથી નિકળવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પોલીસે ત્યાં પર હાજર મહિલાઓને બહાર નિકળવાનું કહ્યું, ત્યારબાદ ભાગદોડ શરૂ થઈ હતી.
નાઇટ ક્લબમાં થયા 13 લોકોના મોત
આ ઘટના લીમા સ્થિત થોમસ ડિસ્કોમાં શનિવારે રાત્રે થઈ હતી. નાઇટ ક્લબમાં 120 લોકો પાર્ટી માટે ભેગા થયા હતા. આ દુર્ઘટના પર અધિકારીઓનું કહેવું છે કે પોલીસના દરોડા દરમિયાન ડિસ્કોના બીજા માળ પર એક દરવાજાથી બચીને ભાગવા દરમિયાન લોકો એક-બીજા પર ચઢી ગયા. જેમાં 13 લોકોના મોત થયા છે.
પોલીસે 23 લોકોની કરી અટકાયત
પાર્ટીમાં સામેલ એક વ્યક્તિ ફ્રેન્કો એસેન્સિયોસે સ્થાનીક મીડિયાને કહ્યું કે, પોલીસે રાત્રે નવ કલાકે દરોડા પાડ્યા અને હાજર લોકોમાંથી મહિલાઓને પહેલા બહાર નિકળવાનું કહ્યું. તેમણે કહ્યું તો, લોકો અચાનક નીચે ભાગવા લાગ્યા. પોલીસે 23 લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમના વિરુદ્ધ પગલા ભરવામાં આવી રહ્યાં છે.
મ્યાનમારઃ રોહિંગ્યા મુસલમાનોની શિબિરો પર Coronaનો હુમલો, બેકાબૂ બની શકે છે સ્થિતિ
દરોડા દરમિયાન પોલીસે હથિયારનો પ્રયોગ ન કર્યો
આ મામલામાં સ્થાનીક પોલીસના પ્રમુખ જનરલ ઓરલેન્ડો વેલેસ્કોનું કહેવું છે કે, દરોડા દરમિયાન ન કોઈ હથિયાર અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. અત્યાર સુધી પેરૂમાં કોરોના વાયરસને કારણે લાખો લોકોના જીવ ગયા છે. માર્ચથી નાઇટ ક્લબ પર પ્રતિબંધ લાગેલો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે