Home> World
Advertisement
Prev
Next

કોરોનાને નાબુદ કરવા આવશે ગોળી, HIV ની આ દવા સાથે છે અસરકારક

આ ગોળી એચઆઈવી દવા રિટોનાવીર (Ritonavir)  ની સાથે લેવામાં આવશે. ટ્રાયલના અંતરિમ આંકડામાં સામે આવ્યું કે, ગોળી 89 ટકા સુધી અસરકારક છે. 

કોરોનાને નાબુદ કરવા આવશે ગોળી, HIV ની આ દવા સાથે છે અસરકારક

જિનેવા: અમેરિકન ફાર્માસ્યુટિકલ જાયન્ટ ફાઈઝરે ગરીબ દેશોમાં એન્ટિવાયરલ કોવિડ-19 દવાને વધુ સસ્તી બનાવવા માટે ડીલની જાહેરાત કરી છે. જો કે, આ ડીલ પહેલા, આ દવાને ટ્રાયલ પાસ કરવી પડશે અને રેગ્યુલેટરી મંજૂરી મેળવવી પડશે.

fallbacks

ગરીબ દેશોને મળશે રાહત
જર્મન લેબ બાયોએનટેકની સાથે એન્ટી કોવિડ વેક્સીન લગાવનારી ફાઇઝરે (Pfizer) કહ્યું કે, તેણે રોયલ્ટી વગર જેનેરિક દવા નિર્માતાઓની સાથે પોતાની પૈક્સલોવિડ ગોળી (Paxlovid Pill) ના સબ-લાયસન્સ પ્રોડક્શન માટે એક એગ્રીમેન્ટ સાઇન કર્યો છે. તેથી ગ્લોબલ મેડિસિન પેટેન્ટ પૂલ (એમપીપી) ની સાથે આ ડીલ દુનિયાની લગભગ 53 ટકા વસ્તીને કવર કરનાર 95 નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં આવનારી દવાને ઓછી કિંમત પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ દવા એચઆઈવી દવા રિટોનાવીર (Ritonavir) ની સાથે લેવામાં આવશે. 

આ પણ વાંચોઃ 'ભારત-પાક બોર્ડર પાસે ન જતા', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી

89 ટકા સુધી અસરકારક
Pfizer એ જણાવ્યું હતું કે ટ્રાયલના વચગાળાના ડેટામાં જાણવા મળ્યું છે કે જો કોવિડ-19 ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના જોખમ સુધી પહોંચવાના 3 દિવસ પહેલા લેવામાં આવે તો આ ગોળી 89 ટકા સુધી અસરકારક હોઈ શકે છે. એટલે કે, જો આ ગોળી કોવિડ-19ના સંક્રમણ અથવા સંપર્કના પ્રથમ સંકેત પર તરત જ લેવામાં આવે, તો તે ગંભીર બીમારીથી બચવામાં મદદ કરી શકે છે, જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં પડે અને મૃત્યુનું જોખમ ઓછું રહેશે. જિનીવા સ્થિત MPP એ સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે દવાઓના વિકાસને સરળ બનાવવા માટે કામ કરે છે.

એચઆઇવી દવાનું મિશ્રણ
એમપીપીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચાર્લ્સ ગોરે કહ્યું: 'આ લાઇસન્સ મહત્વપૂર્ણ છે કારણ કે મંજૂરી પછી આ દવા ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે ખૂબ મદદરૂપ થશે અને જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તે Ritonavir ગોળી સાથે લેવી જોઈએ. Ritonavir Tablet નું ઘણા વર્ષોથી લાઇસન્સ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More